News of Thursday, 8th August 2024
ફાઈનલ પહેલા અયોગ્ય જાહેર થયા બાદ ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટની પહેલી પ્રતિક્રિયા
વિનેશ તેના કોચ વિરેન્દ્ર દહિયાને મળી:દહિયાએ મીટિંગની વિગતો શેર કરી

પેરિસ ઓલિમ્પિક-2024માં ફાઈનલ પહેલા અયોગ્ય જાહેર થયા બાદ ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. વિનેશ તેના કોચ વિરેન્દ્ર દહિયાને મળી હતી.
પીટીઆઈ સાથે વાત કરતા, દહિયાએ મીટિંગની વિગતો શેર કરી અને કહ્યું, તેનાથી કુસ્તી ટીમમાં આંચકો લાગ્યો. આ સમાચાર આવ્યા બાદ યુવતીઓ ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી. અમે વિનેશને મળ્યા અને તેને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો. તે બહાદુર છે. તેણે અમને કહ્યું, તે દુર્ભાગ્યપૂર્ણ છે કે અમે મેડલ જીતવાથી ચૂકી ગયા, પરંતુ તે રમતનો એક ભાગ છે. તેમને મળવા માટે IOAના ઘણા અધિકારીઓ પણ ત્યાં હાજર હતા
(1:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
