હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 8th August 2024
રાજયસભાની ૧૨ બેઠકો માટે ૩ સપ્ટેમ્બરે મતદાન
મહારાષ્ટ્ર, બિહાર અને આસામમાં બે-બે બેઠકો અને હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ત્રિપુરા, તેલંગણ અને ઓડિશાની એક-એક બેઠકનો સમાવેશ છે

નવી દિલ્હી,તા. ૮: ચૂંટણીપંચે રાજયસભામાં ખાલી થનારી ૧૨ બેઠકો માટે ૩ સપ્ટેમ્બરે મતદાન કરવાની જાહેરાત કરી છે. આ બેઠકોમાં મહારાષ્ટ્ર, બિહાર અને આસામમાં બે-બે બેઠકો અને હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ત્રિપુરા, તેલંગણ અને ઓડિશાની એક-એક બેઠકનો સમાવેશ છે. આસામમાં કામાખ્યા પ્રસાદ તાશા અને સર્વાનંદ સોનોવાલ, બિહારમાં મિસા ભારતી અને વિવેક ઠાકુર, હરિયાણામાં દીપેન્દર સિંહ હૂડા, મધ્ય પ્રદેશમાં જયોતિરાદિત્ય સિંધિયા, મહારાષ્ટ્રમાં છત્રપતિ ઉદયનરાજે ભોસલે અને પીયૂષ ગોયલ, રાજસ્થાનમાં કે. સી. વેણુગોપાલ અને ત્રિપુરામાં બિપ્લબ દેબ લોકસભામાં ચૂંટાઈ આવ્યા હોવાથી તેમની બેઠકો ખાલી પડી છે એટલે તેમના બચેલા કાર્યકાળ માટે સંસદસભ્ય ચૂંટી કાઢવા માટે મતદાન યોજાશે. આ સંદર્ભમાં ૧૪ ઓગસ્ટે અધિસૂચના જારી થશે.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
