તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 8th August 2024
પાન-આધાર લિંક નહીં કર્યું હોય, તો પણ વધુ ટેક્સ નહીં ભરવો પડે
TDS-TCSની જોગવાઈમાં મોટી રાહત...CBDTનો સર્ક્યુલર

નવી દિલ્હી,તા. ૮: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) દ્વારા પરિપત્ર જાહેર કરીને ૩૧ મે, ૨૦૨૪ પહેલા PAN અને આધાર કાર્ડ લિંક કર્યા પહેલા ડિડક્ટી અને કલેક્ટીના મૃત્યુ થવાના કિસ્સામાં TDS અને TCSનીજોગવાઈઓમાં મોટી રાહત આપી છે.
નાણા મંત્રાલયે કહ્યું હતું કે, ‘ટેક્સ ભરનારા લોકોની સમસ્યાને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા ૫ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં સરકારે આવકવેરા અધિનિયમ ૧૯૬૧ હેઠળ ડિડક્ટી અને કલેક્ટીનું PAN અને આધાર કાર્ડને લિંક કર્યા પહેલા મૃત્યુ થાય ત્યારે તેમને TDS અને TCSની જોગવાઈઓમાં રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન, કરદાતાઓની સમસ્યાને ધ્યાનમાં રાખીને ૩૧ મે, ૨૦૨૪ પહેલા PAN અને આધાર કાર્ડ લિંક કરવાનો વિકલ્પ પૂરો થતા પહેલા ડિડક્ટી અને કલેક્ટીનું મોત નીપજયું હોય તેવા કિસ્સામાં પરિપત્રમાં જણાવ્યાં પ્રમાણે ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધી કોઈપણ વ્યવહાર કરવામાં આવ્યા હોય તેમાં ડિડક્ટી અને કલેક્ટી પર ઈન્કમટેક્ષ એક્ટ 206AA/206CC હેઠળ ટેક્સ ડિડક્ટી કરવાની કોઈ જવાબદારી રહેશે નહીં.
નાણા મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ૨૩ એપ્રિલ, ૨૦૨૪ના રોજ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધી કરવામાં આવેલા વ્યવહારો પર ઈન્કમટેક્ષ એક્ટ પ્રમાણે TDS અને TCSની રાહત આપવા માટે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં PAN અને આધાર કાર્ડ લિંક કરવા માટે સમય લંબાવવામાં આવ્યો છે.
CBDTને કરદાતાઓ તરફથી એવી ફરિયાદો મળી રહી હતી કે, PAN-આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ, ૩૧ મે ૨૦૨૪ પહેલાં ડિડક્ટી અને કલેક્ટીનું મૃત્યુ થયુ હોવાથી તેઓ PAN-આધાર કાર્ડને લિંક કરી શક્યા ન હતા. આવી સ્થિતિમાં ટેક્સ ડિમાન્ડની અરજી પેન્ડિંગ છે. નિયમો પ્રમાણે, જો કરદાતા PAN-આધાર કાર્ડને લિંક કરવામાં નિષ્ફળ જાય છે, તો ૨૦ ટકા TDS અને ૫ ટકા TCS કાપવાનો નિયમ છે. જયારે ઉચ્ચ TDS-TCSનેટાળવા માટે સરકારે PAN-આધાર કાર્ડ લિંક કરવાની તારીખ ૩૧ મે, ૨૦૨૪ સુધી લંબાવી હતી.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
