<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

આર્થિક સુધારાના માર્ગમાં મોંઘવારી સૌથી મોટી અડચણ

SBIનો રિપોર્ટ : મોંઘવારીને લઇને ચિંતા : આ વર્ષે કયાંક વધુ તો કયાંક ઓછો વરસાદ પડયો

નવી દિલ્‍હી, તા.૮: ભારતની અર્થવ્‍યવસ્‍થા વિશ્વના અન્‍ય દેશોની સાથે વળદ્ધિ દર્શાવી રહી છે, પરંતુ ફુગાવાના મોરચે સ્‍થિતિ થોડી ચિંતાજનક છે. સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયાએ ઓગસ્‍ટ મહિનાના રિપોર્ટમાં મોંઘવારી અંગે ચિંતા વ્‍યક્‍ત કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે દેશ આર્થિક વિકાસના મામલે આગળ વધી રહ્યો છે. અગાઉના ત્રિમાસિક ગાળાની સરખામણીમાં અર્થતંત્રમાં વળદ્ધિ જોવા મળી રહી છે, પરંતુ ખાદ્યપદાર્થો અને આવશ્‍યક ચીજવસ્‍તુઓના ફુગાવાના સંદર્ભમાં ભારત દક્ષિણ આફ્રિકા અને રશિયા પછી બીજા ક્રમે છે. ભવિષ્‍યમાં પણ મોંઘવારીની સ્‍થિતિ ચોમાસાના વરસાદ પર નિર્ભર રહેશે. ચિંતાની વાત એ છે કે અત્‍યાર સુધી કેટલાક રાજ્‍યોમાં સારો વરસાદ થયો છે જ્‍યારે કેટલાક રાજ્‍યોમાં સામાન્‍ય કરતાં ઘણો ઓછો વરસાદ થયો છે.

અહેવાલ દર્શાવે છે કે આ વખતે સમગ્ર દેશમાં ખરીફ વાવણી સારી રહી છે. ગયા વર્ષની સરખામણીમાં ખરીફ ફળોના વાવેતર હેઠળના વિસ્‍તારમાં લગભગ ત્રણ ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે ખરીફ સિઝનમાં ૮૭૯.૨ લાખ હેક્‍ટરમાં ડાંગર, શેરડી, બાજરી, કપાસ, કઠોળ, શણ અને અન્‍ય પાકોનું વાવેતર થયું હતું જે આ વખતે વધીને ૯૦૪.૬ લાખ હેક્‍ટર થયું છે.

આ રીતે વિસ્‍તાર લગભગ ૨.૯ ટકા વધ્‍યો છે, પરંતુ ઉપજ શું થશે? આ મોટાભાગે વરસાદ પર નિર્ભર રહેશે, કારણ કે હરિયાણા અને પંજાબ જેવા કળષિ રાજ્‍યોમાં ગયા વર્ષ કરતાં ઓછો વરસાદ થયો છે, જે ઉપજને અસર કરી શકે છે. જો કે ચોમાસાને હજુ અઢી મહિના બાકી છે. જો વરસાદ સારો રહેશે તો ઉત્‍પાદનમાં સુધારો થશે, જે ફુગાવાને કાબૂમાં રાખવામાં મદદ કરશે.

જો ભવિષ્‍યના પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો કેટલાક રાજ્‍યોમાં ખરીફ વાવણીમાં પાકનો વાવેતર વિસ્‍તાર ઘટયો છે. ૨ ઓગસ્‍ટ સુધી પશ્‍ચિમ બંગાળ, બિહાર, ઓડિશા, આસામ અને આંધ્રપ્રદેશમાં શણની વાવણી હેઠળના વિસ્‍તારમાં નવ ટકાથી વધુનો ઘટાડો થયો છે. તે જ સમયે, મહારાષ્‍ટ્ર, ગુજગુ રાત, તેલંગાણા, રાજસ્‍થાન અને કર્ણાટકમાં કપાસના વાવેતર વિસ્‍તારમાં આઠ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.

(10:01 AM IST)