હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

જીનીવા તા. ૮ : વૈજ્ઞાનિકોએ ૩૦ એવા ખતરનાક વાયરસ અને બેક્ટેરિયાની ઓળખ કરી છે જે વિશ્વમાં મહામારીની સ્થિતિ પેદા કરશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને હાલમાં જ આ જીવાણુઓનીᅠયાદી બહાર પાડી છે. તેમાં ભારતમાં જોવા મળેલો નીપા વાયરસ સામેલ છે.
નેચર જર્નલમાં છપાયેલા WHOના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ જીવાણુઓ લોકોને તેજીથી સંક્રમિત કરશે. તેમાંથી ખુબજ ઓછા વાયરસ માટે રસી ઉપલબ્ધ છે. વૈજ્ઞાનિકોની આંતરાષ્ટ્રીય ટિમનાᅠ૨૦૦ સભ્યોએᅠબે વર્ષ સુધી ૧૬૫૨ સૂક્ષ્મ જીવોનું વિશ્લેષણ કરવામા આવ્યું છે.
દક્ષિણ પૂર્વ એશિયામાં જે જીવાણુંᅠ ખતરનાક સાબિત થઇ શકે છે તેમાંથી વાઇબ્રિયો કોલેરા ૦૧૩૯,શીંજેલા ડિસ્ટ્રેટ્રી સેરોટાઇપ ૧,હેનિપા, નિપાહ તેમજ આલ્ફા વાયરસ સામેલ છે. WHOએ કહ્યું કે વૈજ્ઞાનિકો જીવાણુઓ પર સંશોધન કરી રહ્યા છે. જેથી તેના સંક્રમણને રોકી શકાય.
વધુમાં ઉમેર્યું કે વૈજ્ઞાનિકોએ કેટલાક જીવાણુઓના પ્રોટોટાઇપનીᅠપણ ઓળખ કરી છે. જે સર્વે માટે મોડેલ સાબિત થઇ શકે છે. તેના આધારે વેક્સીન વિકસિત કરવામાં આવી શકે છે. અગાઉ પેથોજન એક્સનેᅠભવિષ્યમાં મહામારી ફેલાવતા વાયરસના રૂપે ઓળખ કરવામાં આવ્યો હતો.
તેમાંથી ૩૦ એવા છે કે વિશ્વમાં હેલ્થ સેકટર માટે ઇમર્જન્સી સ્થિતિ પેદા કરી શકે છે. તેમાંથી ઈન્ફલૂએંજાᅠ-એ, ડેન્ગ્યુ અને મંકિપોક્સᅠફેલાવનારા નવા વાયરસ સામેલ છે. અમેરિકામાં હાલમાં જ ઈન્ફલૂએંજાᅠ-એ વાયરસના અનેક સ્ટ્રેનᅠ મળ્યા હતા. આ યાદીમાં બેક્ટેરિયાના પાંચ એવા સ્ટ્રેન સામેલ છે. જે કોલેરા, પ્લેગ, ડિસેન્ટરી, ડાયરિયા અને ન્યુમોનિયા સામેલ છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM