News of Thursday, 8th August 2024
નરેન્દ્રભાઇ શનિવારે વાયનાડ જશેઃ ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોનું હવાઇ નીરિક્ષણ કરશે

નવી દિલ્હી, તા. ૮ : નરેન્દ્રભાઇ શનિવારે ૧૦ ઓગસ્ટે કેરળના વાયનાડ જશે. તે હવાઇ યાક્રા દ્વારા સર્વે કરશે અને સ્થિતિની સમીક્ષા કરશે. મહત્ત્વપૂર્ણ છે કે વાયનાડમાં ભૂસ્ખલન બાદ ૪૦૦થી વધુ લોકોના મોત થયા છે.કેરળના વાયનાડમાં ૨૯ જુલાઇની મોડી રાત્રે ભૂસ્ખલનમાં મળતકોની સંખ્યા ૪૧૩ પહોંચી ગઇ છે. દૂર્ઘટનામાં ગાયબ લોકોને શોધવાનું કામ હજુ પણ ચાલુ જ છે. લેન્ડસ્લાઇડ પ્રભાવિત વિસ્તારને ૬ ઝોનમાં વહેંચીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદી ૧૦ ઓગસ્ટે પીડિતોને મળવા માટે વાયનાડ પહોંચી શકે છે, તેમના પ્રવાસ પહેલાના વિસ્તારોને કોર્ડન ઓફ કરવાની તૈયારી શરૂ થઇ ગઇ છે. પીએમના પ્રવાસ બાદ વાયનાડ ભૂસ્ખલનને લેવલ-૩ આફત જાહેર કરવા પર નિર્ણય થઇ શકે છે.વાયનાડમાં ૨૯-૩૦ જુલાઇએ મોડી રાત્રે મુંડક્કઇ, ચૂરલમાલા, અટ્ટામાલા અને નૂલપૂઝા ગામમાં લેન્ડસ્લાઇડ થઇ હતી જેમાં ઘર, પુલ અને રસ્તા અને ગાડીઓ વહી ગઇ હતી.
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
