<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

ભારત સરકાર દ્વારા ફ્રી સિલાઈ મશીન સ્કીમ અંતર્ગત દરેક રાજ્યમાં 50,000 મહિલાઓને વિનામૂલ્ય સિલાઈ મશીન આપવાની જોગવાઈ : યોજનાનો મુખ્ય ધ્યેય મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવનો

પ્રધાનમંત્રી સિલાઈ મશીન યોજના ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસમાં કાર્યરત : આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓ ફ્રી સિલાઈ મશીન યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે

નવી દિલ્હી તા.૮ :  ભારત સરકાર દ્વારા દેશના નાગરીકો માટે ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને જેમ કે, મહિલાઓ માટે પણ વિવિધ યોજના શરૂ કરાઈ છે. તેમાંથી એક છે 'ફ્રી સિલાઈ મશીન સ્કીમ'. સરકારની આ યોજના હેઠળ દરેક રાજ્યમાં લગભગ 50,000 મહિલાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવશે. આ યોજનાનો મુખ્ય ધ્યેય મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવનો છે. 

દેશની જે મહિલાઓ પોતાના પરિવાર માટે આજીવિકાનું સાધન શોધી રહી છે, તે આ યોજનાનો લાભ લઈ પોતાના પરિવારને આર્થિક રીતે મજબૂત બનાવી શકે છે.ત્યારે આ આર્ટિકલમાં જાણો યોજના સંબંધિત તમામ માહિતી જેમ કે પાત્રતા, જરૂરી દસ્તાવેજો અને અરજી પ્રક્રિયા વગેરે. 

પ્રધાનમંત્રી સિલાઈ મશીન યોજના ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસમાં કાર્યરત છે. આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓ ફ્રી સિલાઈ મશીન યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે. 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી ફ્રી સિલાઈ મશીન યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની ગરીબ અને કામ કરતી મહિલાઓને મફત સિલાઈ મશીન આપવાનો છે.આ યોજના મહિલાઓને ઘરેથી પૈસા કમાવવાની તક પૂરી પાડશે.જેથી તેઓ ઘરેથી કામ કરી શકે અને તેમના પરિવારને આર્થિક સહાયતા કરી શકે.શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારની મહિલાઓ ફ્રી સિલાઈ મશીન યોજનાનો લાભ લઈ શકે છે.આ યોજના મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.આ યોજનાથી મહિલાઓ સમાજમાં પોતાની ઓળખ બનાવી શકે છે અને વ્યક્તિગત વિકાસ કરી શકે છે.

ફ્રી સિલાઈ મશીન યોજના દ્વારા દરેક રાજ્યમાં 50,000થી વધુ મહિલાઓને ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે.આ યોજના હેઠળ મહિલાઓ સિલાઈ મશીનનો લાભ માત્ર એક જ વાર લઈ શકશે.લાભાર્થી મહિલાઓએ સિલાઈ મશીનની કિંમત અને અન્ય સંબંધિત માહિતી આપવાની રહેશે.મહિલાઓ સ્વતંત્ર રીતે સિલાઈ મશીનનો ઉપયોગ કરીને ઘરે બેઠા સારી આવક મેળવી શકશે.

આ યોજનામાં આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને સામેલ કરવામાં આવશે.આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દરેક કામદાર અને ગરીબ પરિવારની મહિલાઓને મફત સિલાઈ મશીન આપશે.આ યોજના ખાસ કરીને દેશની મહિલા કામદારો માટે બનાવવામાં આવી છે.

 અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો 

• આધાર કાર્ડ

• ઓળખપત્ર

• સમુદાય પ્રમાણપત્ર

• વિધવા નિરાધાર પ્રમાણપત્ર

• આવકનું પ્રમાણપત્ર

• ઉંમર પ્રમાણપત્ર

• દિવ્યાંગ પ્રમાણપત્ર

• મોબાઇલ નંબર

• કલર પાસપોર્ટ સાઈઝ ફોટો

 

 

 પાત્રતા શરતો 

 

 

આ યોજનામાં દેશની દરેક ગરીબ મહિલા ભાગ લઈ શકે છે. અરજદાર મહિલાની ઉંમર 20 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.અરજદારના પરિવારની વાર્ષિક આવક રૂ. 1 લાખથી વધુ ન હોવી જોઈએ.દિવ્યાંગ અને વિધવા મહિલાઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.અરજદાર મહિલાના ઘરમાં કોઈપણ સભ્ય સરકારી કર્મચારી ન હોવો જોઈએ.

 

 ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? 

 

સૌથી પહેલા ભારત સરકારની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.હોમપેજ પર આપેલ Free Silai Machineની એપ્લિકેશન લિંક પર ક્લિક કરો.આ લિંક પર ક્લિક કરવાથી એક નવું પેજ ઓપન થશે.આ નવા પેજ પર તમારો એક્ટિવ મોબાઇલ નંબર અને કેપ્ચા કોડ એેન્ટક કરીને ચકાસણી કરો.ચકાસણી પૂર્ણ થયા પછી તમને ફ્રી સિલાઇ મશીન એપ્લિકેશન ફોર્મ દેખાશે.હવે અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી આપો.હવે તમામ જરૂરી દસ્તાવેજોને સ્કેન કરીને અપલોડ કરો.છેલ્લે કેપ્ચા કોડ એન્ટર કરીને 'સબમિટ' પર ક્લિક કરો.

(4:32 PM IST)