હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકાના વિજ્ઞાનીઓએ વિશ્વનું પ્રથમ કળત્રિમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કર્યુ

ન્યુયોર્ક, તા.૮: અમેરિકાના વિજ્ઞાનીઓએ અદ્ભુત ચમત્કાર કરી બતાવ્યો છે. વિજ્ઞાનીઓએ ટાઇટેનિયમથી કળત્રિમ હૃદય બનાવ્યું હતું. તેમણે ૫૮ વર્ષના દરદીનું ખરાબ થઈ ગયેલું હૃદય કાઢીને આ કળત્રિમ હૃદય મૂકયું હતું. તબીબોના કહેવા પ્રમાણે દરદીની છાતીમાં એ કળત્રિમ હૃદયે આઠ દિવસ સુધી કામ કર્યું હતું. કળત્રિમ હૃદયના ટ્રાન્સપ્લાન્ટનો આ વિશ્વનો પ્રથમ પ્રયોગ હોવાનો દાવો પણ કરાયો છે. યુએસ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશનની દેખરેખ હેઠળ ટેક્સસ હાર્ટ ઇન્સ્ટિટયૂટની મેડિકલ ડિવાઇસ કંપની બાઇવેકરે ટાઇટેનિયમનું કળત્રિમ હૃદય બનાવ્યું છે. ઇન્સ્ટિટયૂટના જ વાયલર સેન્ટ લ્યુક મેડિકલ સેન્ટરમાં એનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. માનવહૃદયનાં તમામ કાર્યો કરી શકે એ માટે કળત્રિમ હૃદય બનાવાયું છે, પરંતુ ટોટલ આર્ટિફિશ્યલ હાર્ટ અસલી હૃદયની જેમ ધબકતું નથી. આ હૃદય મિનિટદીઠ ૧૨ લીટરના દરે લોહીનું પરિભ્રમણ કરે છે.(૨૩.૨૨)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
