વિનેશ ફોગાટની સિલ્વર મેડલ મળવાની શક્યતાઓ અકબંધ! અરજી સ્વીકારી :કાલે બપોરે થશે નિર્ણય
વિનેશ ફોગાટની અપીલ કોર્ટ ઓફ આર્બિટ્રેશન દ્વારા સ્વીકારાઈ : ભારતીય ટીમને વકીલની નિમણૂક કરવાનું પણ કહેવાયુ :હવે સુનાવણી પર મીટ

નવી દિલ્હી. પેરિસ ઓલિમ્પિક 2024 માંથી ગેરલાયક ઠરવા સામે વિનેશ ફોગાટની અરજી ગુરુવારે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટની પેનલ દ્વારા સ્વીકારવામાં આવી હતી. શુક્રવારે 9 ઓગસ્ટે પેરિસમાં સ્થાનિક સમય મુજબ સવારે 10 વાગ્યે સુનાવણી શરૂ થશે. અપીલ મંજૂર થતાં સિલ્વર મેડલની આશા પર પાણી ફરી વળ્યું છે. દરમિયાન ગુરુવારે સવારે વિનેશે કુસ્તીમાંથી નિવૃત્તિ લીધી હતી.
આર્બિટ્રેશનની અદાલતે 8 ઓગસ્ટે વિનેશ ફોગાટની ઓલિમ્પિક રમતો માટે અયોગ્યતા સામેની અરજી સ્વીકારી હતી. વિનેશને મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઈલ કેટેગરીની ફાઈનલ પહેલા 100 ગ્રામ વધારે વજનના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. વિનેશે તેની સામે અપીલ દાખલ કરી હતી. કોર્ટે શુક્રવારે સુનાવણી માટે વકીલની નિમણૂક કરવાનું કહ્યું છે
ભારતીય ટીમે સુનાવણી માટે ભારતીય વકીલની નિમણૂક કરવા CAS પાસે સમય માંગ્યો છે. CASએ તેમને તેમના વકીલની નિમણૂક કરવા માટે ગુરુવારે રાત્રે 9:30 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. ભારતીય ટીમમાં હરીશ સાલ્વેને સામેલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તે હજુ સંમત થયો નથી. હવે સુનાવણી શુક્રવારે પેરિસના સ્થાનિક સમય પ્રમાણે સવારે 10 વાગ્યે અને ભારતીય સમય અનુસાર બપોરે 1:30 વાગ્યે થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
