News of Thursday, 8th August 2024
ભારતીય રેસલર અમન સેહરાવત સેમી ફાઇનલમાં પહોંચી ગયો
ક્વાર્ટર ફાઇનલમાં અલ્બેનિયાના ઝેલિમખાનને હરાવ્યો

નવી દિલ્હી : ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવતે શાનદાર પ્રદર્શન કર્યું અને ક્વાર્ટર ફાઇનલમાં જીત મેળવી. તેણે ક્વાર્ટર ફાઇનલમાં અલ્બેનિયાના ઝેલિમખાનને હરાવ્યો હતો. અમને આ મેચ 11-0થી જીતી લીધી હતી. અમન સેહરાવતે સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે તેનો મુકાબલો જાપાનના રેઈ હિગુચી સામે થશે
ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવત ક્વાર્ટર ફાઈનલ માટે તૈયાર છે. તે અલ્બેનિયન રેસલર ઝેલિમખાન અબાકારોવ સાથે લડી રહ્યો હતો
(8:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
