હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચાંદીમાં મોટો કડાકો:દિલ્હી ચાંદી રૂપિયા 1,100 તૂટી :સોનાના ભાવમાં સ્થિરતા
અમેરિકામાં યુએસ ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજદરોમાં ઘટાડો કરવાની શક્યતાની સોના અને ચાંદીના ભાવમાં એકંદરે અસર

અમદાવાદ :વૈશ્વિક સંકેતો વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ચાંદીના કીલો દીઠ ભાવમાં રૂપિયા 1,100નો કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે સોનાના ભાવમાં યથાવત સ્થિતિ રહી હતી. વિશ્વ બજારમાંથી મળેલા સંકેત વચ્ચે ઘરઆંગણે બન્ને કિંમતની ધાતુના ભાવોમાં આ ફેરફારો જોવા મળ્યો છે. દિલ્હી ખાતે સોનાનો 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 71,350 રહ્યો છે.
કોમેક્સ ખાતે સોનાના ભાવ ઔંસ દીઠ 2,396 ડોલર રહ્યા છે, જ્યારે ચાંદીના ઔંસ દીઠ ભાવ 27 ડોલર આસપાસ કામકાજ કરતાં હતા. ભૂ-રાજકીય તણાવ અને અમેરિકામાં યુએસ ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજદરોમાં ઘટાડો કરવાની શક્યતાની સોના અને ચાંદીના ભાવમાં એકંદરે અસર જોવા મળશે.
દરમિયાન અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. અમદાવાદ એક કીલો ચાંદીનો ભાવ રૂપિયા 80,500થી રૂપિયા 800 ગગડીને રૂપિયા 79,700 રહ્યા છે. જ્યારે અમદાવાદ સોનું (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 72,000થી રૂપિયા 400 તૂટીને રૂપિયા 71,600 જ્યારે સોનુ (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા 400 ગગડીને રૂપિયા 71,400 રહ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
