હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ED અધિકારી 20 લાખની લાંચ લેતો CBIના હાથે રંગે હાથે ઝડપાયો
સીબીઆઈએ ફરિયાદના આધારે છટકું ગોઠવી ઈડી અધિકારી લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો .

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના સહાયક નિર્દેશકની 20 લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા ED અધિકારીની ઓળખ સંદીપ સિંહ યાદવ તરીકે થઈ છે. સીબીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ કરી છે કે ED અધિકારીની દિલ્હીના લાજપત નગર વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે.
સીબીઆઈના જણાવ્યા મુજબ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 3 અને 4 ઓગસ્ટના રોજ જ્વેલરના પરિસરમાં દરોડા પાડ્યા હતા, ત્યારબાદ સહાયક નિર્દેશક સંદીપ સિંહ યાદવે કથિત રીતે ધમકી આપી હતી કે જો તે 25 લાખ રૂપિયા નહીં આપે તો જ્વેલરના પુત્રની ધરપકડ કરી લેશે.
અધિકારીઓએ જણાવ્યું કે વાતચીત દરમિયાન 20 લાખ રૂપિયાની લાંચ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)ના અધિકારી યાદવ લાંચ લેતા રંગે હાથે ઝડપાયા હતા. સીબીઆઈને ફરિયાદ મળી અને તેના આધારે જ છટકું ગોઠવવામાં આવ્યું અને ઈડી અધિકારી લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા.
અધિકારીઓએ જણાવ્યું કે સીબીઆઈ આ કેસમાં એફઆઈઆર નોંધવાની પ્રક્રિયામાં છે. આ બાબતે વધુ અપડેટ્સની રાહ જોવાઈ રહી છે. અગાઉ ઓગસ્ટ 2023 માં, સીબીઆઈએ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં દિલ્હી સ્થિત ઉદ્યોગપતિ અમન ધલને બચાવવા માટે 5 કરોડ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં EDના સહાયક નિર્દેશક સહિત અન્ય છ અધિકારીઓની ધરપકડ કરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
