<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

દેશના લાખો લોકોને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીથી બચાવો : સુ્પ્રીમ કોર્ટમાં એક જનહિતની અરજી દાખલ

અરજીમાં સુપ્રીમને પેકેજ્ડ ફૂડ પર ફ્રન્ટ-ઓફ-પેકેજ ચેતવણી લેબલ્સ (એફઓપીએલ) ફરજિયાતપણે લાગુ કરવા જણાવ્યું : કંપનીઓ તેમના ફૂડ પેકેજ્ડ પર સુગર અને ફેટની માહિતી આપે તેમને તેનો આદેશ આપવામાં આવે તેવી માંગ

નવી દિલ્હી :દેશમાં ડાયાબિટીસના વધતાં જતાં ડાયાબિટીસના કેસોને લઈને સુ્પ્રીમ કોર્ટમાં એક જનહિતની અરજી દાખલ કરાઈ છે. અરજીમાં સુપ્રીમને પેકેજ્ડ ફૂડ પર ફ્રન્ટ-ઓફ-પેકેજ ચેતવણી લેબલ્સ (એફઓપીએલ) ફરજિયાતપણે લાગુ કરવા જણાવ્યું છે માંગણી કરવામાં આવી હતી. કંપનીઓ તેમના ફૂડ પેકેજ્ડ પર સુગર અને ફેટની માહિતી આપે તેમને તેનો આદેશ આપવામાં આવે જેથી લાખો લોકોને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીથી બચાવી શકાય. આ સાથે અરજીમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટે કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને FOPLનું ચુસ્તપણે પાલન કરવાનો નિર્દેશ આપવો જોઈએ.

    ચીફ જસ્ટિસ (CJI) જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે તમામ પક્ષકારોને નોટિસ જારી કરીને આ અરજી પર ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. આ કેસની આગામી સુનાવણી હવે 27 ઓગસ્ટે થશે. આ અરજી એડવોકેટ રાજીવ શંકર દ્વિવેદી દ્વારા "3S એન્ડ અવર હેલ્થ સોસાયટી" નામની સંસ્થા દ્વારા દાખલ કરવામાં આવી છે.

   પીઆઈએલ તમામ પ્રકારના પેકેજ્ડ ફૂડ્સ પર વિગતવાર લેબલિંગ ચીપકાવીને પેકેજ્ડ ફૂડ્સમાં વપરાતી ખાંડ, મીઠું અને સંતૃપ્ત ચરબીનું પ્રમાણ સ્પષ્ટપણે દર્શાવવાનું કહેવાયું છે. આવી માહિતી ગ્રાહકોને પેકેજ્ડ ફૂડ પસંદ કરવા માટે સશક્ત બનાવશે. આનાથી લોકોમાં ડાયાબિટીસ અને અન્ય બિન-સંચારી રોગો (NCDs) ના ફેલાવાને ઘટાડવામાં મદદ મળશે

   સર્વે દર્શાવે છે કે 2015-16માં મહિલાઓમાં સ્થૂળતા 20.6 ટકા હતી, જે હવે વધીને 24 ટકા થઈ ગઈ છે. પુરુષોમાં પણ તે 18.4 ટકાથી વધીને 22.9 ટકા થઈ છે. જૂન 2023 સુધીમાં ભારતમાં લગભગ 10.1 કરોડ લોકો ડાયાબિટીસથી પીડિત હતા. દેશમાં 31.5 કરોડ લોકો હાઈ બ્લડપ્રેશરથી પીડાય છે અને 25.4 કરોડ લોકો સ્થૂળતાથી પીડાય છે.

(11:31 PM IST)