News of Friday, 9th August 2024
ન્યૂજર્સીમાં સંતરામ ભક્ત સમાજ અમેરિકા દ્વારા ગુરુપૂર્ણિમા 31મોં વાર્ષિકોત્સવ ઉજવાયો : ભજન સંગીતનો કાર્યક્રમ -સત્સંગમાં 1100 જેટલા ભક્તોની ઉપસ્થિતિ
નડિયાદથી ટેલિફોન દ્વારા પ્રાતઃ સ્મરણીય પ,પૂ,શ્રી રામદાસજી મહારાજશ્રીના શુભાશિષ પ્રાપ્ત થયા ધન્યતા અનુભવી : ભક્તો માટે મહાપ્રસાદ અને બપોરના અલ્પાહારની વ્યવસ્થા

ન્યૂજર્સીમાં જુલાઈ-27, 2024માં સંતરામ ભક્ત સમાજ અમેરિકા દ્વારા ગુરુપૂર્ણિમા 31મોં વર્ષોકોત્સવનું આયોજન સંપન્ન થયું છે
સંતરામ મંદિર નડિયાદના આદરણીય પ,પૂ,શ્રી રામદાસજી મહારાજશ્રીની આજ્ઞા અને આશીર્વાદ સહ શ્રી સંતરામ ભક્ત સમાજ યુ,એસ,એ,તરફથી તાજેતરમાં જુલાઈ 27,2024 શનિવારના રોજ carl sandury middle school NJ ખાતે સંતરામ સત્સંગ ન,89નું આયોજન કરવામાં આવેલ હતું
સંતરામ સત્સંગની શુભ શરૂઆત શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રમ અને શ્રી શિવ મહિમા સ્તોત્રમ પાઠના સમૂહ સ્તવન દ્વારા કરવામાં આવ્યું હતું .સત્સંગ દરમિયાન નડિયાદથી ટેલિફોન દ્વારા પ્રાતઃ સ્મરણીય પ,પૂ,શ્રી રામદાસજી મહારાજશ્રીના શુભાશિષ પ્રાપ્ત થયા
રાજભાઇ અને સ્મૃતીબેન પંડ્યા પરિવાર દ્વારા ભજન-સંગીતનો કાર્યક્રમ દર-પાઠ સત્સંગમાં ન્યુજર્સીમાં રાખવામાં આવે છે. રાબેતા મુજબ આશરે ૧૧૦૦ જેટલા ભકતોની ઉપસ્થિતિમાં થઇ હતી. ફિલોડેલ્ફીયા વિસ્તારમાંથી ૪ બસ આવેલ. ઉપસ્થિત તમામ ભકતો માટે મહાપ્રસાદ અને બપોરમાં અલ્પહારની વ્યવસ્થા રાખેલ.
વર્ષમાં ત્રણવાર સત્સંગનું આયોજન શ્રી સતરામ ભકત સમાજ યુ.એસ.એ. દ્વારા હાથ ધરાય છે. સંતરામ મંદિરની પ્રણાતિકા મુજબ સંતરામ ભકત સમાજ અથવા મંદિરની તરફથી કોઇપણ પ્રકારનું ભંડોળ ઉઘરાવવામાં આવતુ નથી, તેની ખાસ નોંધ લેવી.
હવે પછીનો દીવાળી સતસંગ નવેમ્બર-૯, ર૦ર૪ શનિવારના રોજ Old bridge High School માં રાખવામાં આવેલ છે. તેની જાહેરાત પણ કરવામાં આવી હતી.
વધુ માહિતી માટે સંતરામ મંદિરના ફેસબુધ પેજ અથવા સંતરામની વેબસાઇટ ઉપરથી પ્રાપ્ત થશે. વધુ માહિતી માટે (732)906-0792 સંપર્ક Whatsapp મેસેજ દ્વારા મેળવી શકાય છે.
(12:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
