News of Friday, 9th August 2024
ભારતનાં ધનકુબેરોની સંપત્તિ સ્વિટઝરલેંડ - UAEની ઇકોનોમીથી વધુ
દેશના ટોચના ૧૦ બિઝનેસ ગૃહોની કુલ સંપતિ ૬૦ લાખ કરોડ : અંબાણી પરિવાર પાસે દેશના જીડીપીના ૧૦% સંપત્તિ : બજાજ પરિવાર બીજો સૌથી વધુ શ્રીમંત પરિવાર : ટોપ-૧૦માં અદાણી ગ્રુપ ગાયબ ! : અંબાણી પરિવારની સંપત્તિ ૨૫.૭૫ લાખ કરોડ

નવી દિલ્હી, તા.૯: દેશમાં શ્રીમંત લોકોની સંખ્યા અને તેમની સંપત્તિ સતત વધી રહી છે. ભારતના ટોચના પારિવારિક બિઝનેસ હાઉસની કુલ સંપત્તિ ૬૦ લાખ કરોડ રૂપિયાથી વધુ છે. તો ૨૭૦૦ કરોડ રૂપિયાથી વધુની નેટવર્થ ધરાવતા દેશના વ્યાપારી પરિવારોની કુલ સંપત્તિ ૧.૩ ટ્રિલિયન ડોલર એટલે કે લગભગ ૧૧૦ લાખ કરોડ રૂપિયા છે, જે સ્વિટ્ઝર્લેન્ડ અને યુએઈના સંયુક્ત અર્થતંત્ર કરતાં વધુ છે.
હુરુન ઈન્ડિયાના મોસ્ટ વેલ્યુએબલ ફેમિલી બિઝનેસ રિપોર્ટ અનુસાર, અંબાણી પરિવાર, બિરલા પરિવાર અને બજાજ પરિવારની કુલ સંપત્તિ ૪૬૦ અબજ ડોલર એટલે કે રૂ. ૩૮.૬૨ લાખ કરોડથી વધુ છે, જે સિંગાપોરની સમગ્ર અર્થવ્યવસ્થાની બરાબર છે. અંબાણી પરિવાર દેશનું સૌથી ધનિક બિઝનેસ હાઉસ છે, જેની સંપત્તિ ભારતના કુલ જીડીપીના ૧૦% જેટલી છે.
ટોચના બિઝનેસ હાઉસની નેટવર્થ
અંબાણી ફેમિલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨૫.૭૫
બજાજ ફેમિલી બજાજ ગ્રુપ ૭.૧૩
કુમાર મંગલમ બિરલા આદિત્ય બિરલા ગ્રુપ ૫.૩૮
જિંદાલ ફેમિલી JSW સ્ટીલ ૪.૭૧
નાદર ફેમિલી HCL ટેક ૪.૩૦
મહિન્દ્રા ફેમિલી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૩.૪૫
દાની-ચોક્સી-વકીલ ફેમિલી એશિયન પેઇન્ટ્સ ૨.૭૧
પ્રેમજી ફેમિલી વિપ્રો ૨.૫૮
રાજીવ સિંહ DLF ૨.૦૪
મુરુગપ્પા ફેમિલી ટયુબ ઇન્વેસ્ટમેન્ટ્સ ૨.૦૨
(લાખ કરોડ રૂપિયામાં નેટ વર્થ)
દેશના સૌથી ધનાઢય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો પરિવાર લાંબા સમયથી દેશનો સૌથી ધનિક પરિવાર બની ગયો છે. મુકેશ અંબાણી અને તેમનો પરિવાર ૨૦૨૪ બાર્કલેઝ પ્રાઈવેટ ક્લાયન્ટ્સ હુરુન ઈન્ડિયા મોસ્ટ વેલ્યુએબલ ફેમિલી બિઝનેસની યાદીમાં પ્રથમ ક્રમે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના સીએમડી મુકેશ અંબાણીના પરિવારનું મૂલ્ય ૨૫,૭૫,૧૦૦ કરોડ રૂપિયા છે. આ સાથે તેઓ દેશનો સૌથી અમીર પરિવાર બની ગયો છે. નીરજ બજાજની બજાજ ફેમિલી આ યાદીમાં બીજા સ્થાને છે. બજાજ પરિવારની કુલ સંપત્તિ ૭,૧૨,૭૦૦ કરોડ રૂપિયા છે. ત્રીજા સ્થાને કુમાર મંગલમ બિરલાનો પરિવાર છે, જેનું મૂલ્ય ૫,૩૮,૫૦૦ કરોડ રૂપિયા છે.
મુકેશ અંબાણીની કંપનીની અંદાજિત કિંમત ૩૦૯ બિલિયન ડોલર એટલે કે લગભગ ૨૫.૭૫ લાખ કરોડ રૂપિયા છે. જો આપણે તેની તુલના ભારતના જીડીપી સાથે કરીએ તો તે ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના લગભગ ૧૦્રુ છે. ૮ ઓગસ્ટના રોજ જાહેર કરાયેલા એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. Ba બિરલા પરિવાર ૫.૩૯ લાખ કરોડ રૂપિયા સાથે ત્રીજા સ્થાને છે
આ યાદીમાં અદાણી પરિવારનો સમાવેશ કરવામાં આવ્યો નથી. અદાણી પરિવારનું વેલ્યુએશન ૧૫.૪૪ લાખ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે, પરંતુ અદાણી ફર્સ્ટ જનરેશન બિઝનેસમેન હોવાથી તેમને મુખ્ય યાદીમાં સામેલ કરવામાં આવ્યા નથી. અદાણી બીજી પેઢીના સક્રિય નેતળત્વ સાથે પ્રથમ પેઢીના પરિવારોની યાદીમાં ટોચ પર છે જ્યારે સીરમ સંસ્થાનો પૂનાવાલા પરિવાર રૂ. ૨.૩૭ લાખ કરોડના બિઝનેસ સાથે બીજા ક્રમે છે. હુરુન ઈન્ડિયાના સ્થાપક અને મુખ્ય સંશોધક અનસ રહેમાન જુનૈદે જણાવ્યું હતું કે પાછલા વર્ષની સરખામણીમાં ત્રણ-ચતુર્થાંશ પારિવારિક વ્યવસાયોમાં મૂલ્યમાં વધારો જોવા મળ્યો છે. તેમણે કહ્યું કે ભારતમાં લાંબા ગાળાની આર્થિક સ્થિરતા અને વળદ્ધિ જાળવવામાં આ પારિવારિક વ્યવસાયોની મહત્વપૂર્ણ ભૂમિકા છે.
ભારતના ૧૦ સૌથી મૂલ્યવાન કૌટુંબિક વ્યવસાયો
અંબાણી પરિવાર
બજાજ પરિવાર
બિરલા પરિવાર
જિંદાલ પરિવાર
નાદર પરિવાર
મહિન્દ્રા પરિવાર
દાની, ચોક્સી અને વકીલ પરિવાર
પ્રેમજી પરિવાર
રાજીવ સિંહ પરિવાર
મુરુગપ્પા પરિવાર.
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
