<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

બાંગ્લાદેશમાં હિન્દુઓએ ભારત સરકાર પાસે શરણની ગુહાર લગાવી: હિજરત કરવા મજબૂર બન્યા હિન્દુઓ

બાંગ્લાદેશમાં મોટા પાયા પર અલ્પસંખ્યક પર હુમલાઓ:હિન્દુઓના ઘરો પર તોડફોડ અને આગ લગાડાઇ છે :મોટી સંખ્યામાં પીડિત હિન્દુઓ ભારત આવાની કોશિશમાં

બાંગ્લાદેશની સત્તામાં મોટા ઉલટફેર જોવા મળ્યા. શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ મોટા પાયા પર હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે. લોકો પોતાના જીવ બચાવવા માટે ભારત સાથે જોડાયેલી સીમા પર એકઠા થઈ ગયા છે.

બાંગ્લાદેશ હિન્દુ બુદ્ધિસ્ટ ક્રિસ્ચિયન યુનિટી કાઉન્સિલે આ મામલે જણાવ્યું કે કુલ 64માંથી 45 જિલ્લાઓમાં હિન્દુઓના ઘરો, દુકાનો અને મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે. અનેક લોકોની હત્યા કરી દેવામાં આવી છે.

જ્યારથી બાંગ્લાદેશમાં હિંસા શરૂ થઈ છે. ત્યારથી ભારતીય સીમા પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. બાંગ્લાદેશની સીમા પાસે રહેતા હિન્દુઓ ભારત સરકાર પાસે શરણની ગુહાર લગાવી રહ્યા છે.


17 કરોડની મુસ્લિમ વસતી ધરાવતા બાંગ્લાદેશમાં હિન્દુ માત્ર આઠ ટકા છે. અલ્પસંખ્યક હિન્દુ શેખ હસીનાની અવામી લીગ પાર્ટીને હંમેશાથી સપોર્ટ કરે છે. જેને પગલે હિન્દુઓને નિશાન બનાવવામાં આવ્યા છે.

(12:08 PM IST)