<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

નિરજે જીત્‍યો સિલ્‍વર : આઝાદી પછી એથ્‍લેટીક્‍સમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય

પાકિસ્‍તાનના નદીમે જીત્‍યો ગોલ્‍ડ, ગ્રેનાડાના એન્‍ડરસન પીટર્સ ત્રીજા સ્‍થાને રહ્યો

 

નવી દિલ્‍હી તા. ૯ : ભારતના સ્‍ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્‍પિકમાં ૮૯.૪૫ મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે સિલ્‍વર મેડલ જીત્‍યો હતો. આ સિઝનમાં નીરજનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ સાથે નીરજ આઝાદી બાદ એથ્‍લેટિક્‍સમાં બે ઓલિમ્‍પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય એથ્‍લેટ બની ગયો છે. નીરજે ટોક્‍યો ઓલિમ્‍પિકમાં ગોલ્‍ડ મેડલ જીત્‍યો હતો, પરંતુ તે પેરિસમાં ટોક્‍યોના તેના પ્રદર્શનનું પુનરાવર્તન કરી શક્‍યો નહોતો.

પાકિસ્‍તાનના નદીમે બીજા પ્રયાસમાં ૯૨.૯૭ મીટરનો રેકોર્ડ ફેંકીને ગોલ્‍ડ મેડલ જીત્‍યો હતો. ૧૯૯૨ બાર્સેલોના ઓલિમ્‍પિક બાદ પાકિસ્‍તાનનો આ પહેલો ઓલિમ્‍પિક મેડલ છે. ગ્રેનાડાનો એન્‍ડરસન પીટર્સ ૮૮.૫૪ મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે ત્રીજા સ્‍થાને રહ્યો.

પાકિસ્‍તાનના અરશદ નદીમે પ્રથમ પ્રયાસમાં જ ફાઉલથી શરૂઆત કરી હતી. નીરજને નદીમ પાસેથી સખત પડકારની અપેક્ષા હતી. આ સાથે જ જુલિયન વેબરે પણ પ્રથમ પ્રયાસમાં જ ફાઉલ કર્યો હતો. ડિફેન્‍ડિંગ ચેમ્‍પિયન નીરજ ચોપરાએ પણ પેરિસ ઓલિમ્‍પિકની ફાઇનલમાં ફાઉલથી શરૂઆત કરી હતી. બરછી ફેંક્‍યા પછી નીરજ પોતાની જાત પર કાબૂ ન રાખી શક્‍યો અને લાઇનને સ્‍પર્શ કર્યો જેના કારણે તેના પ્રયાસને ફાઉલ જાહેર કરવામાં આવ્‍યો.

પાકિસ્‍તાનના અરશદ કે નદીમે ઓલિમ્‍પિક રેકોર્ડ બનાવ્‍યો અને બીજા પ્રયાસમાં ૯૨.૯૭ મીટરનો થ્રો ફેંક્‍યો અને ટોચના સ્‍થાને પહોંચી ગયો. અગાઉ ઓલિમ્‍પિકમાં સર્વશ્રેષ્ઠ થ્રો ૯૦.૫૭ હતો. આ રેકોર્ડ નોર્વેના એન્‍ડ્રેસ થોર્કિલ્‍ડસનના નામે હતો. ભારતના સ્‍ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ બીજા પ્રયાસમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ૮૯.૪૫ મીટર થ્રો કર્યો અને અરશદ નદીમ પછી બીજા ક્રમે આવ્‍યો. નીરજની કારકિર્દીનો આ બીજો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. પાકિસ્‍તાનના અરશદ નદીમે ત્રીજા પ્રયાસમાં ૮૮.૭૨ મીટરનો થ્રો કર્યો હતો અને તે પ્રથમ ત્રણ પ્રયાસો બાદ પણ ટોચ પર રહ્યો હતો. ત્રીજા પ્રયાસમાં પણ નીરજ ચોપરાએ ફાઉલ કર્યો હતો. આ પછી નીરજે આગળના ત્રણ પ્રયાસોમાં ફાઉલ કર્યો. નીરજ ફાઇનલમાં માત્ર એક જ સફળ પ્રયાસ કરી શક્‍યો હતો.

નીરજ ચોપરાઍ ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે. વર્તમાન ઓલિમ્પિકમાî ભારતનો આ પાîચમો મેડલ હતો. આ પહેલા ભારતે ચાર મેડલ જીત્યા હતા. જેમાથી ત્રણ બ્રોન્ઝ શૂટિગમાî અને ઍક હોકીમા આવ્યો હતો. મેન્સ જેવલિન થ્રોની ફાઇનલમાî નીરજે બીજા ­યાસમાî ૮૯.૪૫ મીટરનો થ્રો ફેક્યો હતો. નીરજે સતત બીજી ઓલિમ્પિકમાî મેડલ જીત્યો છે. નીરજ ઓલિમ્પિકમાî વ્યક્તિગત ઈવેન્ટમાî ગોલ્ડ જીત્યા બાદ બીજા મેડલ જીતનાર ­થમ ભારતીય ખેલાડી બની ગયો છે

(12:14 PM IST)