<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

પેરિસ ઓલમ્પિકમાં ભારત કુલ 5 મેડલ સાથે ટેલીમાં 64મા નંબરે

આજે 14મોં દિવસ :ભારતને વધુ એક મેડલ મળી શકે: અમન સેહરાવત બ્રોન્ઝ મેડલ માટે સ્પર્ધા કરશે: ભારતીય ખેલાડીઓ વધુ 3 ઈવેન્ટમાં ભાગ લેશે.

નવી દિલ્હી : પેરિસ ઓલિમ્પિકમાં રમતના 13 દિવસ વીતી ગયા છે અને ભારત કુલ 5 મેડલ સાથે ટેલીમાં 64મા નંબરે છે. નીરજ ચોપરા ભાલામાં ગોલ્ડ મેડલ જીતવામાં ચૂકી ગયો. જો કે, તેણે ભારત માટે સિલ્વર જીત્યો અને ટ્રેક એન્ડ ફિલ્ડમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો. હોકી ટીમે ઐતિહાસિક બ્રોન્ઝ જીત્યો હતો.

 આજે હવે 14મા દિવસનો વારો છે. આ દિવસે ભારતને વધુ એક મેડલ મળી શકે છે. અમન સેહરાવત કુસ્તીની ફાઇનલમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. અમાનને સેમિફાઇનલમાં જાપાની રેસલરના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આજે તે બ્રોન્ઝ મેડલ માટે સ્પર્ધા કરશે. આ ઉપરાંત ભારતીય ખેલાડીઓ વધુ 3 ઈવેન્ટમાં ભાગ લેશે.

(12:18 PM IST)