<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

'થઇ ગયો ખુલાસો ' બાંગ્લાદેશમાં હિંસા પાછળ પાકિસ્તાનનો હાથ છે': શેખ હસીનાના પુત્રએ પણ ISI પર કહી મોટી વાત

પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પુત્ર સજીબ વાજેદ જોયે મોટો ખુલાસો કર્યો:તેમણે આ અરાજકતા માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું :તેમણે વડાપ્રધાન મોદીને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય પર દબાણ લાવવાની પણ વિનંતી કરી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડી દીધો છે અને હાલ ભારતમાં રહે છે. બીજી તરફ બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે.

  આ તમામ ઘટનાક્રમ વચ્ચે શેખ હસીનાના પુત્ર સજીબ વાઝેદ જોયે બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસા માટે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈને જવાબદાર ઠેરવી છે અને કહ્યું છે કે આ અરાજકતામાં પાકિસ્તાનનો હાથ છે 

  શેખ હસીનાની તેમના દેશમાં વાપસી અંગે સજીબ વાઝેદ જોયે કહ્યું કે બાંગ્લાદેશમાં લોકશાહી પુનઃસ્થાપિત થયા બાદ તેઓ દેશમાં પરત ફરશે. જો કે, તે સ્પષ્ટ નથી કે તે સક્રિય નેતા તરીકે બાંગ્લાદેશ જશે કે નિવૃત્ત નેતા તરીકે સ્વદેશ પરત ફરશે. 

   સજીબ વાઝેદ જોયે અવામી લીગના કાર્યકરોને વિશ્વાસ અપાવ્યો છે. અવામી લીગને બાંગ્લાદેશની સૌથી જૂની પાર્ટી ગણાવતા તેમણે કહ્યું કે તેઓ તેમની પાર્ટી અને કાર્યકર્તાઓને વચ્ચે નહીં છોડે. 

   સજીબ વાજેદ જોયે શેખ હસીનાને સુરક્ષા આપવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. સાથે જ કહ્યું કે તેઓએ પૂર્વીય ક્ષેત્રમાં સ્થિરતા જાળવવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય પર દબાણ લાવવું જોઈએ.

   જોયે બાંગ્લાદેશમાં ચાલી રહેલા 'ઈન્ડિયા આઉટ' અભિયાન અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં ભારત વિરોધી શક્તિઓ સક્રિય છે. હવે ISI બાંગ્લાદેશને હથિયાર સપ્લાય કરી શકે છે. તેમણે કહ્યું કે અમે અમારા લોકોની સુરક્ષા માટે જે પણ કરી શકીએ તે કરીશું. તેમણે અવામી લીગની સુરક્ષા માટે ભારત પર આંતરરાષ્ટ્રીય દબાણ લાવવાનો અનુરોધ કર્યો છે.

(2:07 PM IST)