<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

'કેન્દ્ર કે કોઈ પણ રાજ્ય સરકાર અનામતના ક્વોટામાં ફેરફાર કરવાનું નથી વિચારી રહી' : અનામત મુદ્દે મોરબી - કચ્છના સાંસદ વિનોદ ચાવડાની સ્પષ્ટતા : જુઓ વિડિયો

ભાજપના SC/ST સાંસદો નરેન્દ્રભાઈ મોદીને મળ્યા : ક્વોટાની અંદર ક્વોટા સંબંધિત નિર્ણયને આપણા સમાજમાં લાગુ ન કરવો જોઈએ તેવી માગણી કરતું મેમોરેન્ડમ સોંપ્યુ : વડાપ્રધાન આશ્વાસન આપ્યું કે તેઓ આ મામલા પર ધ્યાન આપશે

નવી દિલ્હી તા.૯ : ભાજપના SC/ST સાંસદો સંસદ ભવનમાં PM મોદીને મળ્યા અને ક્વોટાની અંદર ક્વોટા સંબંધિત નિર્ણયને આપણા સમાજમાં લાગુ ન કરવો જોઈએ તેવી માગણી કરતું મેમોરેન્ડમ સોંપ્યું. પીએમએ તેમને આશ્વાસન આપ્યું કે તેઓ આ મામલા પર ધ્યાન આપશે.

 

ગયા અઠવાડિયે, સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગમાં ક્વોટામાં ક્વોટા આપવાની મંજૂરી આપી હતી. કોર્ટે કહ્યું હતું કે એસસી-એસટી કેટેગરીમાં નવી પેટા કેટેગરી બનાવી શકાય છે અને આ અંતર્ગત સૌથી પછાત વર્ગને અલગ અનામત આપી શકાય છે. ત્યારે આ ચુકાદા મામલે ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (SC/ST) સાંસદોએ શુક્રવારે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી. અનામત અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા નિર્ણય પર રજૂઆત કરી. આ દરમિયાન આ સાંસદોએ પીએમ મોદીને એક મેમોરેન્ડમ પણ સોંપ્યું.

ભાજપના SC/ST સાંસદો સંસદ ભવનમાં PM મોદીને મળ્યા અને ક્વોટાની અંદર ક્વોટા સંબંધિત નિર્ણયને આપણા સમાજમાં લાગુ ન કરવો જોઈએ તેવી માગણી કરતું મેમોરેન્ડમ સોંપ્યું. પીએમએ તેમને આશ્વાસન આપ્યું કે તેઓ આ મામલા પર ધ્યાન આપશે. પ્રધાનમંત્રીએ સ્પષ્ટતા કરી કે કેન્દ્ર કે રાજ્યની કોઈપણ સરકાર અનામત બાબતમા કોઈ ફેરફાર કરવા અંગે વિચારણા કરી રહી નથી. સુપ્રીમ કોર્ટનું માત્ર આ સૂચન છે તેના અમલવારી કરવા અંગે કોઈ વિચારણા નથી. કોંગ્રેસ અનામત દૂર કરવામાં આવશે તેવો ખોટો ભ્રમ ફેલાવી રહી છે.

 

આ મામલે મોરબી લોકસભા બેઠકના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું કે ભાજપના SC-ST સાંસદોએ PM મોદી સાથે અનામત મુદ્દે મુલાકાત કરી હતી. ત્યારે વડાપ્રધાન મોદીએ આશ્વાસન આપ્યું છે કે કોઈ પણ પ્રકારની અનામત અંગે ભાજપની કેન્દ્ર કે રાજ્યની કોઈ પણ સરકાર અનામત બાબતે કોઈ ફેરફાર કરવા અંગે કોઈ વિચારણા કરી રહી નથી. આ માત્ર સુપ્રીમ કોર્ટના જજની પેનલની રાય અને વિચાર છે. વિપક્ષ SC-ST વર્ગના લોકોને ગુમરાહ કરી રહી છે, અનામત દૂર કરવા જે અફવા ફેલાવી રહી છે, એ વાતનું પણ ખંડન કર્યું હતું. 

હકીકતમાં, ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગમાં ક્વોટામાં ક્વોટા આપવાની મંજૂરી આપી હતી. કોર્ટે કહ્યું હતું કે એસસી-એસટી કેટેગરીમાં નવી પેટા કેટેગરી બનાવી શકાય છે અને આ અંતર્ગત સૌથી પછાત વર્ગને અલગ અનામત આપી શકાય છે. રાજ્ય સરકારોને ક્વોટાની અંદર ક્વોટાની મંજૂરી આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે રાજ્યો તેમની ઈચ્છા અને રાજકીય મહત્વાકાંક્ષાના આધારે નિર્ણય લઈ શકતા નથી. જો આમ થશે તો તેમના નિર્ણયની ન્યાયિક સમીક્ષા થઈ શકે છે.

(2:50 PM IST)