<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

લિંકન ફાર્માસ્‍યુટિકલ્‍સ ચોખ્‍ખો નફો રૂ.૨૩.૬૭ કરોડ

વાર્ષિક ધોરણે ૨૪.૫૧ ટકાનો વધારો

મુંબઇ, તા.૯: ભારતની અગ્રણી હેલ્‍થકેર કંપનીઓમાં સ્‍થાન ધરાવતી લિંકન ફાર્માસ્‍યુટિકલ્‍સે આજે ૩૦ જૂન, ૨૦૨૪ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના પહેલા ત્રિમાસિક ગાળા માટે ઉત્‍કળષ્ટ ઓપરેશનલ અને નાણાંકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના પહેલા ત્રિમાસિક ગાળા માટે રૂ. ૨૩.૬૭ કરોડનો સ્‍ટેન્‍ડઅલોન ચોખ્‍ખો નફો નોંધાવ્‍યો છે જે અગાઉના નાણાંકીય વર્ષના સમાન ગાળામાં રૂ. ૧૯.૦૧ કરોડ હતો, જે વાર્ષિક ધોરણે ૨૪.૫૧ %નો વધારો દર્શાવે છે. જૂન, ૨૦૨૪ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે કુલ આવકો રૂ.૧૫૭.૬૯ કરોડ હતી જે નાણાંકીય વર્ષ ૨૦૨૪ના પહેલા ત્રિમાસિક ગાળા માટે રૂ. ૧૪૩.૩૧ કરોડની કુલ આવક કરતાં વાર્ષિક ધોરણે ૧૦.૦૩% વધુ હતી. નાણાંકીય વર્ષ ૨૦૨૫ના પહેલા ત્રિમાસિક ગાળા માટે એબિટા રૂ. ૩૩.૧૪ કરોડ નોંધાઈ હતી જેની સામે નાણાંકીય વર્ષ ૨૦૨૪ના પહેલા ત્રિમાસિક ગાળામાં એબિટા રૂ. ૨૮.૪૧ કરોડ હતી, જે વાર્ષિક ધોરણે ૧૬.૬૫%નો વધારો દર્શાવે છે. નાણાંકીય વર્ષ ૨૦૨૫ના પહેલા ત્રિમાસિક ગાળામાં ઈપીએસ શેરદીઠ રૂ. ૧૧.૩૭ રહી હતી.

નાણાંકીય વર્ષ ૨૦૨૪ દરમિયાન કંપનીનો ચોખ્‍ખો નફો વાર્ષિક ધોરણે ૨૮.૬ ટકા વધીને રૂ. ૯૩.૩૭ કરોડ રહ્યો હતો, એબિટા ૨૦.૩% વધીને રૂ. ૧૩૪.૩૩ કરોડ રહી હતી અને કુલ આવક ૧૫.૪૩% વધીને રૂ. ૬૧૪.૯૭ કરોડ થઈ હતી. નાણાંકીય વર્ષ ૨૦૨૪ માટે કંપનીએ સર્વોચ્‍ચ આવક, એબિટા અને ચોખ્‍ખા નફા સાથે અત્‍યાર સુધીના નાણાંકીય વર્ષના સર્વોચ્‍ચ અને શ્રેષ્ઠ પરિણામો જાહેર કર્યા હતા.

(4:07 PM IST)