હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુલબદનઃ મુગલ સામ્રાજ્યનું રહસ્યમયસ્ત્રીપાત્ર
બાબરથી અકબર... ત્રણ પેઢી સાથે રાજકુમારી ગુલબદનની પ્રભાવી ભૂમિકાઃ હજયાત્રા કરનાર પ્રથમ મુગલ મહિલાઃ ૮૦ વર્ષના આયુષ્યમાં ગુલબદને ઐતિહાસિક નિર્ણયો કરાવ્યા

ગુલબદન ભારતના પહેલા મોગલ બાદશાહ બાબરની પુત્રી, હુમાયુની સાવકી બહેન અને અકબરની ફઇ હતી. તે કદાચ એક માત્ર મહિલા ઇતિહાસકાર હતી જેણે ત્રણ મોગલ બાદશાહ, બાબર, હુમાયુ અને અકબરના વ્યકિતત્વ, તેમના દરબાર, હરમ, સફળતાઓ અને મુશ્કેલીઓની ઝાંખી બહારની દુનિયાને કરાવી હતી.
તેમની યાદદાસ્ત ગજબની હતી. અકબરે પોતાના ફઇ ગુલબદન બાનોને વિનંતી કરી કે તેઓ તેમના પિતા અને દાદા વિષે કંઇક લખે જેનો ઉપયોગ અબુલફજલ ‘અકબરનામા'માં કરી શકે પછી ગુલબદને ‘હુમાયુનામા' લખ્યુ જેમાં તેમણે હુમાયુના જીવનના બધા પક્ષોનું જીવંત વર્ણન કર્યું.ગુલબદને જ્યારે આ પુસ્તક લખ્યુ ત્યારે તેમની ઉંમર ૬૪ વર્ષની હતી. ૧૫૨૯માં જ્યારે તે કાબુલથી ભારત આવી ત્યારે તે માત્ર ૬ વર્ષની હતી. તે પોતાના ભાઇ હુમાયુના નિર્વાસનની સાક્ષી બની હતી.
તે પહેલી મોગલ છોકરી હતી જે શાહી કાફલામાં સફર કરીને ખૈબરધાટ અને સીંધુ નદી પાર કરીને દિલ્હીમાં પોતાના પિતા બાબરને મળી હતી. તે તેમને ‘બાબા' કહીને બોલાવતી હતી.
બાબર બહુ દિવસ નહોતા જીવ્યા. તે પોતાના પુત્ર હુમાયુને બહુ પ્રેમ કરતા હતા. એકવાર હુમાયુ બહુ ગંભીર બિમાર થઇ ગયા તેનાથી પરેશાન બાબરે પોતાના દરબારીઓની સલાહ લીધી.
ગુલબદને લખ્યુ છે, ‘એક અમીર મીર અબ્દુલબાકાએ તેમને કહ્યુ કે જ્યારે હકીમોના ઉપાયો નિષ્ફળ થઇ જાય તો દર્દીની સૌથી કિંમતી વસ્તુ દાન દઇને ખુદાને તેની તંદુરસ્તી માટે દુખા કરાય છે. બાબરનો જવાબ હતો કે હુમાયુની સૌથી કિંમત ચીજ હું પોતે છું હું તેના માટે મારી કુરબાની આપીશ.'
ત્યાર પછી બાબરે હુમાયુના પલંગની ત્રણ વાર પરિક્રમા કરીને ખુદા પાસુ દુઆ માંગી, ‘જો જીવના બદલે જીવ હોય તો મારૂ જીવન હુમાયુને મળે.'
ગુલબદન વધુમાં લખે છે, ‘એ જ દિવસે હુમાયુઓ આંખો ખોલી હતી તે પોતાની પથારીમાંથી બેઠા થયા. જેમ જેમ હુમાયુની તબિયત સુધરતી ગઇ તેમ તેમ બાબરની તબિયત બગડવા લાગી પછીના ત્રણ મહિના તે પથારીવશ રહ્યા અને અંતે મૃત્યુ પામ્યા.'
જૂન ૧૫૩૯માં શેરશાહ સાથે ચૌસાની લડાઇમાં હુમાયુના ડાબા હાથમાં ઇજા થઇ હતી. તેના એક સૈનિકે તેના ઘોડાની લગામ પકડીને તેમને ગંગા નદી તરફ લઇ ગયો. હુમાયુએ ઘાોડાને નદીમાં ઉતાર્યો પણ તેણે તેમને પાણીમાં પાડી નાખ્યા. એ સમયે એક ભીશ્તી પોતાની ચામડાની મશક સાથે નદી પાર કરી રહ્યો હતો. તે તરત બાદશાહ પાસે પહોંચ્યો અને તેણે બાદશાહને સુરક્ષિત ગંગા પાર ઉતાર્યા.
ગુલબદન લખે છે, આ ઉપકારનો બદલો ચૂકવવા માટે બાદશાહે એ ભિશ્તીને બે દિવસ માટે પોતાના સિંહાસન પર બેસાડી દીધો. તેમના ભાઇ કાયરાને હુમાયુને પત્ર લખીને તેમના આ નિર્ણય સામે વિરોધ વ્યકત કર્યો. તેણે લખ્યુ હતું. અત્યારે જ્યારે શેરશાહ તમારી પાછળ પડયો છે. ત્યારે આવું કરવાની શું જરૂરી હતી ? પણ હુમાયુએ તેનું નહીં સાંભળતા, ભિશ્તીને ગાદી પર બેસાડયો હતો.
આ જ લડાઇમાં હુમાયુની પત્ની બેગા બેગમ તેમનાથી છૂટી પડી ગઇ અને શેરશાહે તેને બંદી બનાવી લીધી. કેઆર કાનુનગો પોતાના પુસ્તક ‘શહેશાહ એન્ડ હીઝ ટાઇમ્સ'માં લખે છે. જ્યારે શેરશાહે તેને જોઇ તો તે પોતાના ઘોડા પરથી ઉતરી ગયા. તેમણે પોતાના સૈનિકોને હુકમ કર્યો કે તેઓ મોગલ મહિલાઓ સાથે માનપૂર્વક વર્તે.' આ લડાઇમાં હુમાયુની છ વર્ષની પુત્રી અકીકા નદીના પાણીમાં ડુબીને મરી ગઇ હતી.
અબુલ ફઝલ અકબરનામામાં લખે છે, જ્યારે શહેશાહે હુમાયુનો પીછો કર્યો ત્યારે હુમાયુના નાનાભાઇ કામરાને તેને સંદેશ મોકલ્યો કે તે તેને પંજાબનો સૂબો બનાવી દે. શેરશાહે રણનીતિ મુજબ આ રજુઆતનો સ્વીકાર કર્યો.
પણ ગુલબદનની વાત તેનાથી અલગ છે. તે લખે છે, ‘કામરાના નહી પણ ખુદ હુમાયુએ શેરશાહને પત્ર લખીને પોતાના માટે લાહોર માંગ્યું હતું. તેમણે લખ્યુ હતું કે મેં તમારા માટે આખુ હિંદુસ્તાન છોડી દીધું છે. પણ શેરશાહ પર તેની કોઇ અસર નહોતી થઇ. તેનો જવાબ હતો મેં તમારા માટે કાબૂલ છોડયું છે, તમે ત્યાં જઇ શકો છો.'
ગુલબદને અકબરના જન્મની ભવિષ્યવાણીનું ચિત્રણ પણ હુમાયુનામામાં લખ્યું છે, ‘થાકી હારીને સુતેલા હુમાયુએ એક દિવસ એક સપનું જોયું. સપનામાં એક ફકીરે હુમાયુને કહ્યું કે દુખી ના થા. ખુદા તને થોડા દિવસોમાં એક દિકરો આપશે. તું તેનું નામ જલાલુદીન અકબર રાખજે. માત્ર બે વર્ષ પછી તે ફકીરની ભવિષ્યવાણી સાચી સાબિત થઇ હતી.'
શેરશાહના હુમલા પછી કનોજમાં હુમાયુનો તેની સાથે સામનો થયો. આગ્રા છોડતી વખતે તેણે પોતાના નાના ભાઇ કામરાનને ત્યાંના પ્રશાસનની જવાબદારી સોંપી. પણ હુમાયુએ જેવી ગંગા નદી પાર કરી, કામરાને લાહોર ભાગી જવાનો નિર્ણય કર્યો.
ગુલબદન લખે છે, ‘અમે લોકો બેઠા હતા અને ત્યાં જ કામરાનનો હુકમ આવ્યો કે મારે તેની સાથે લાહોર જવાનું છે. તેણે શાહીખાનદાનની કેટલીય મહિલાઓ અને નોકરોને પોતાના કાફલામાં લાહોર જવા મજબૂર કર્યા.' ગુલબદને રોઇ રોઇને લાહોર નહીં જવાની જીદ કરી પણ કામરાનના માન્યો. પછીથી તેણે હુમાયુને તિરસ્કારતો પત્ર લખ્યો કે તું મને આવી રીતે અલગ કરીશ તેવી મને આશા નહોતી. હુમાયુએ તરત તેનો જવાબ લખ્યો કે અત્યારે હું શેરશાહ સામે લડાઇની આગેવાની કરી રહ્યો છું. જેવી આ લડાઇ પુરી થશે. હું સૌ પહેલા તને મારી પાસે બોલાવીશ. ગુલબદન લાહોર પહોંચી ત્યાં સુધીમાં હુમાયુની હાર થઇ ચૂકી હતી પણ તે જીવતો બચી ગયો હતો.
આ દરમ્યાન હુમાયુએ હમીદા બેગમ સાથે લગ્ન કર્યા અને ૧પ૪ર માં અકબરનો જન્મ થયો. હુમાયુના હમીદાબેગમ સાથેના લગ્નનું બહુ રોમાંચક વર્ણન ગુલબદને કર્યુ છે. તેણે લખ્યું છે, ‘એ જમાનામાં બાદશાહ અથવા રાજકુમાર તરફથી આવેલ લગ્નનો પ્રસ્તાવને કેટલાય અઠવાડીયા સુધી નહોતો સ્વીકાર્યો. જો કે છેવટે તે આ સંબંધ માટે માની ગઇ હતી.
જયારે એ ત્રણે કંદહાર પહોંચ્યા તો હુમાયુના ભાઇ અસ્કરીએ તેમને ત્યાં ધુસવા નહોતા દીધા. ત્યાંથી પોતાના ૪ર સમર્થકો અને પત્ની હમીદા સાથે હુમાયુ આગળ વધી ગયા. અકબરને તેમણે બે દાઇઓ અને કેટલાક વિશ્વાસુ સૈનિકોની દેખરેખમાં છોડી દીધો. છેવટે હુમાયુએ લાંબા સંઘર્ષ પછી ઇરાનના શાહની મદદથી કાબુલ પહોંચવામાં સફળતા મેળવી. તેના ભાઇ કામરાનની ધરપકડ કરી લેવાઇ.
ગુલબદન લખે છે, ‘હુમાયુ પોતાના દરબારીઓ સાથે પોતાના નાના ભાઇ કામરાન અંગે વાત કરી રહ્યા હતાં. દરબારીઓએ એકસૂરે તેમને કહયું કે, જો કોઇ વ્યકિત સમ્રાટ અથવા બાદશાહ બની જાય પછી તે ભાઇ નથી રહેતો. જો તમે તમારા ભાઇ સાથે સહાનુભૂતિ બતાવવા માંગતા હો તો પોતાની ગાદી છોડી દો. દરબારીઓએ કહયું કે તે ભાઇ નથી, સમ્રાટનો દુશ્મન છે. હુમાયુએ એ બધાની વાત સાંભળી અને કામરાનની આંખો ફોડી નાખવાનો આદેશ આપ્યો. ત્યાર પછી હુમાયુએ ફરીથી ભારતની સલ્તનત સંભાળી.'
જયારે હુમાયુની પદની ત્રણ વર્ષ પછી પોતાના પુત્ર અકબરને મળી તો એક રસપ્રદ દ્રશ્ય જોવા મળ્યું. ગુલબદન હુમાયુનામામાં લખે છે, ‘‘ હુમાયુએ બધી શાહી મહિલાઓને એક જેવા ઉની કપડા અને તુર્કી ટોપી પહેરવા કહયું. હુમાયુ જોવા માંગતા હતા કે અકબર ત્રણ વર્ષ પછી પોતાની માતાને ઓળખી શકે છે કે નહી? એક નોકર અકબરને એ કમરામાં લઇ આવ્યો જયાં બધી મહિલાઓ એક સરખા કપડા પહેરીને બેઠી હતી. જયારે અકબર દોડીને સીધો પોતાની માતાના ખોળામાં બેસી ગયો તો બધા ચકિત થઇ ગયા.
હુમાયુ બહુ દિવસો સુધી ભારત પર રાજ નહોતા કરી શકયા. પાર્વતી શર્મા પોતાના પુસ્તક ‘‘અકબર ઓફ હિંદુસ્તાન''માં લખે છે કે હુમાયુ પોતાના મહેમાનોને લાલ પથ્થરથી બનેલ શેર મંડળમાં મળતા હતા. ત્યાં જ તેની લાયબ્રેરી પણ હતી. છત પર લોકોને મળવાનો એક ફાયદો એ પણ હતો કે નજીકની મસ્જીદમાં નમાઝ પઢવા આવેલા લોકો હુમાયુની ઝલક જોઇ શકતા હતા.
હુમાયુનામોતનું વિવરણ ગુલબદને કંઇક આવી રીતે લખ્યું છે, એક દિવસ જયારે હુમાયુ લાઇબ્રેરીના પગથિયા ઉતરી રહ્યા હતા ત્યારે તેમને પાસેની મસ્જીદમાંથી અઝાન સંભળાઇ તેમણે એ જ વખતે નમીને સજદાનો પણ પ્રયાસ કર્યો પણ તેમનો પગ પાયજામામાં ફસાઇ ગયો અને તે સીડીઓ પરથી પડી ગયા તેમના માથામાં ગંભીર ઇજા થઇ અને તેમના કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું ત્રણ દિવસ પછી ૨૭ જાન્યુઆરીએ તેમનું અવસાન થયું
અકબર ના બાદશાહ બન્યા પછી તેમની ફઇ ગુલબદન નવા બનેલા ફતેહપુર સીક્રીના મહેલમાં રહેવા લાગી તેની ઉંંચાઇ ઓછી હતી અને મજબૂત બધાની હતી. અકબર તેમને મોગલ પરિવારની એક બુઝર્ગ મહિલા તરીકેનું સન્માન આપતા હતા. પહેલા બે મોગલ બાદશાહો સાથે રહેનાર ગુલબદન હવે પોતાના ભત્રીજાના મહેલમાં રહેતી હતી.
તે મોગલ ખાનદાનની પહેલી મહિલા હતી જેણે હજારો માઇલ દૂર સાઉદી અરબમાં હજ પર જવાનો નિર્ણય કર્યો અકબરે તેમના નિર્ણયનું સમર્થન કર્યુ હતું.
મશહૂર ઇતિહાસકાર રૂબી લાલ ગુલબદનની જીવનકથા ‘‘વેગાબોન્ડ પ્રિન્સેસ ધ ગ્રેટ એડવેન્ચર ઓફ ગુલબદનમાં લખે છે'' સપ્ટેમ્બર ૧૫૭૬ માં ગુલબદન બેગમનો નેતૃત્વમાં મોગલ મહિલાઓનું દળ બે નોૈકાઓમાં સુરત થી હજ માટે રવાના થયું તેમની પાસે દાન આપવા માટે ૬૦૦૦ રૂપિયા હતા. તેમના દળમાં કેટલાક પુરૂષો પણ હતા કેમકે તે વખતમાં પુરૂષો વિના મહિલાઓની યાત્રા કરવાની કલ્પના પણ નહોતી થઇ શકતી''
પણ એ સ્પષ્ટ હતું કે આ યાત્રામાં બધા મોટા નિર્ણયો ગુલબદન જ લેતી હતી. ગુલબદન મકાપુરા ૪ વર્ષ રહી હતી. તેમના ત્યાં પહોંચવાના એક વર્ષની અંદર જ ત્યાંના શાસક સેુલ્તાન મુરી ત્રીજાએ તેમને અને તેમના સાથીઓને ત્યાંથી કાઢી મુકવાનો આદેશ આપ્યો હતો. બે વર્ષ પછી ૧૫૮૦ માં આ આદેશ ફરીથી આપવામાં આવ્યો હતો. આ પ્રકારના પાંચ આદેશ આજે પણ તુર્કીના રાષ્ટ્રીય અભિલેખાગારમાં સુરક્ષિત છે. ગુલબદન માત્ર મક્કામાં જ નહોતી રોકાઇ તેણે અન્ય આરબ શહેરોનો પણ પ્રવાસ કર્યો અને ઇરાના તીર્થસ્થળ મશઅદ પણ ગઇ.
માર્ચ ૧૫૮૦માં પોતાના પુરા કાફલા સાથે ‘તેજરાવ' નામની નોૈકા પર જેહાદ થી ભારત માટે તે રવાના થઇ પણ અદન નજીક આ નોૈકા તુટી પડતા ગુલબદને પોતાના સાથીઓ સાથે સાત મહિના અદનમાં વિતાવવા પડયા હતા જયારે તે સુરત પાછી આવી ત્યારે તેને ભારત છોડયાને સાત વર્ષ વીતી ગયા હતા. સુરત પહોંચ્યા પછી તે ફતેહપુર સીક્રી માટે રવાના થઇ હતી.
ઇરા મુખૌરી પોતાના પુસ્તક ‘‘ ડોટર્સ ઓફ ધ સન'' માં લખે છે બાદશાહ અકબરે હજ પાર્ટીનું સ્વાગત કરવા માટે ૧૩ વર્ષના શાહઝાદા સલીમને અજમેર મોકલ્યો હતો. ગુલબદન રસ્તામાં મોઇનુદ્ીન ચિશ્તીની મજાર પર ઝીયારત માટે રોકાઇ હતી અકબરે સીક્રીથી ૩૭ માઇલ દુર ખાનવામાંઆવી ને પોતાના ફઇ નું સ્વાગત કર્યુ જયારે તે સીક્રી પહોંચી લોકો તેના સ્વાગત માટે રસ્તા પર આવી ગયા હતા. અકબરે સીક્રીથી ૩૭ માઇલ દુર ખાનવામાં આવી ને પોતાના ફઇનું સ્વાગત કર્યુ જયારે તે સીક્રી પહોંચી લોકો તેના સ્વાગત માટે રસ્તાપર આવી ગયા હતા.
ગુલબદને પોતાના જીવનના પછીના ૨૦ વર્ષો અકબર સાથે વિતાવ્યા ૧૬૦૩ માં ૮૦ વર્ષની વયે તેનું અવસાન થયું એ સમયે તેની ભાભી અને અકબરની માતા હમીદાબાનો તેની નજીક જ હતી. તેમણે ગુલબદનને તેના પ્રિયનામ ‘ બેગમજીયો' કહીને બોલાવી ગુલબદને પોતાની આંખો ખોલી અને હમીદાબાનો તરફ જોઇને કહ્યું મારી સફર ખતમ થઇ ખુદા તમને લાંબુ આયુષ્ય આપે.
ગુલબદનના મોતનો અકબરને બહુ આઘાત લાગ્યો હતો તેમના પાર્થિવ શરીરને કબ્રસ્તાન સુધી પહોંચાડવા તેમના જનાજાને અકબરે કાંધ આપી હતી પછી ના બે વર્ષ જયાં સુધી અકબર જીવ્યા તેમણે પોતાના આ ફઇને અવાર નવાર યાદ કર્યા હતા હમીદા બાનો પણ
ગુલબદનના અવસાન પછી બહુ નહોતા જીવ્યા અને ૧૬૦૪ માં તેનું પણ અવસાન થયું ઁઅકબરે તેમના શોકમાં પોતાના માથા ના વાળ અને દાઢી પણ કઢાવી નાખી હતી. (૨૨.૨૧)
હુમાયુ માટે બાબરે આયુષ્ય દાન કર્યું
ગુલબદન પહેલી મોગલ છોકરી હતી જે શાહી કાફલામાં સફર કરીને ખૈબરધાટ અને સીંધુ નદી પાર કરીને દિલ્હીમાં પોતાના પિતા બાબરને મળી હતી. તે તેમને ‘બાબા' કહીને બોલાવતી હતી.
બાબર બહુ દિવસ નહોતા જીવ્યા. તે પોતાના પુત્ર હુમાયુને બહુ પ્રેમ કરતા હતા. એકવાર હુમાયુ બહુ ગંભીર બિમાર થઇ ગયા તેનાથી પરેશાન બાબરે પોતાના દરબારીઓની સલાહ લીધી.
ગુલબદને લખ્યુ છે, ‘એક અમીર મીર અબ્દુલબાકાએ તેમને કહ્યુ કે જ્યારે હકીમોના ઉપાયો નિષ્ફળ થઇ જાય તો દર્દીની સૌથી કિંમતી વસ્તુ દાન દઇને ખુદાને તેની તંદુરસ્તી માટે દુખા કરાય છે. બાબરનો જવાબ હતો કે હુમાયુની સૌથી કિંમત ચીજ હું પોતે છું હું તેના માટે મારી કુરબાની આપીશ.'
ત્યાર પછી બાબરે હુમાયુના પલંગની ત્રણ વાર પરિક્રમા કરીને ખુદા પાસુ દુઆ માંગી, ‘જો જીવના બદલે જીવ હોય તો મારૂ જીવન હુમાયુને મળે.'
ગુલબદન વધુમાં લખે છે, ‘એ જ દિવસે હુમાયુઓ આંખો ખોલી હતી તે પોતાની પથારીમાંથી બેઠા થયા. જેમ જેમ હુમાયુની તબિયત સુધરતી ગઇ તેમ તેમ બાબરની તબિયત બગડવા લાગી પછીના ત્રણ મહિના તે પથારીવશ રહ્યા અને અંતે મૃત્યુ પામ્યા.'









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
