<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

ભારતમાં લોકશાહી બચાવવી હોય તો દરેક હિન્‍દુ કપલે બે બાળકો તો કરવાં જ જોઈએ

પણજી, તા.૯: વિશ્વ હિન્‍દુ પરિષદના મહારાષ્‍ટ્ર અને ગોવાના મંત્રી ગોવિંદ શેંડેએ ગઈ કાલે ગોવામાં કહ્યું હતું કે ‘ભવિષ્‍યમાં ભારતમાં લોકશાહીને કાયમ રાખવી હોય તો દરેક હિન્‍દુ કપલે ઓછામાં આછાં બે બાળકો પેદા કરવાં જોઈએ. દેશમાં હિન્‍દુઓની બહુમતી હશે તો જ ભારતમાં લોકશાહી કાયમ રહેશે. લિવ-ઇન રિલેશનમાં બાળકો નથી થતાં અથવા આવાં કપલ બાળકોને જન્‍મ આપવા ઉત્‍સુક નથી હોતાં. આ સિવાય લગ્ન કરનારાં કપલ પણ એક જ બાળકને જન્‍મ આપવાની પ્રથા પાડી રહ્યાં છે. મોટા ભાગે આ પ્રથા થઈ જ ગઈ છે. પાકિસ્‍તાનથી છૂટો પડીને બંગલાદેશ બન્‍યો હતો ત્‍યારે ત્‍યાં હિન્‍દુઓની વસ્‍તી ૩૨ ટકા હતી, જે ઘટીને અત્‍યારે આઠ ટકા થઈ ગઈ છે. સત્તાપલટાને લીધે બંગલાદેશમાં હિન્‍દુઓની સુરક્ષાનો પ્રશ્‍ન ઊભો થયો છે. ભારત સરકારે આના પર ધ્‍યાન આપવાની જરૂર છે.

(3:55 PM IST)