<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

ઓનલાઇન ગેમમાં લાખો ગુમાવ્‍યા : હવે કીડની વેચવા તૈયાર થયો !

જમ્‍મુ : કાશ્‍મીર ખીણના કુપવાડા જિલ્લાની એક દુઃખદ ઘટનામાં એક સ્‍થાનિક વ્‍યકિતએ ઓનલાઇન ગેમીંગના કારણે લગભગ ૨૮ લાખ રૂપિયા ગુમાવ્‍યા હતા. જેના કારણે તે આર્થિક ભીંસમાં આવી ગયો અને હવે પોતાનું કરજ ચૂકવવા માટે તે પોતાની કીડની વેચવાનો વિચાર કરી રહ્યો છે.

નામ જાહેર નહીં કરવાની શરતે આ વ્‍યકિતએ એક સ્‍થાનિક અખબાર સાથે વાત કરતા ખુલાસો કર્યો કે તે એક સમયે સફળતાપૂર્વક દુકાન ચલાવતો હતો અને પોતાના પરિવારનું ભરણપોષણ આરામથી કરતો હતો. જોકે ઓનલાઇન ગેમીંગના રવાડે ચડયા પછી તેના જીવનમાં એક દુઃખદ વળાંક આવ્‍યો. શરૂઆતમાં તેને થોડી સફળતા પણ થોડા સમયમાં જ તેની લતે તેને ૨૮ લાખ રૂપિયા બરબાદ કરાવી નાખ્‍યા. આ ઘટના એક વધતી જતી સમસ્‍યાને જાહેર કરે છે કેમકે વધુને વધુ લોકો ઓનલાઇન ગેમીંગની લાલચમાં ફસાઇ રહ્યા છે.

(4:06 PM IST)