News of Friday, 9th August 2024
શાંતિ નહિં સ્થપાય તો પાકિસ્તાન જેવા હાલ બાંગ્લાદેશના થશે : શેખ હસીનાના પુત્રની ચેતવણી

લંડન : શેખ હસીનાના પુત્રનું કહેવું છે કે બાંગ્લાદેશમાં જો કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત નહિં થાય તો બાંગ્લાદેશની હાલત પાકિસ્તાન જેવી થશે. તેને કહ્યુ હિંદુઓ અને અવામી નેતાઓ પર શુમલાઓ થઈ રહ્યા છે. દેશને આતંકવાદીઓથી બચાવવા મારી માતાએ અથાક પ્રયાસો કર્યા.
મારી માતા બાંગ્લાદેશ છોડવા નહોતા ઈચ્છતા. તેઓ દરેક વસ્તુનો સામનો કરવા ઈચ્છતા હતા. દેશ છોડવા માટે અમે તેમના પર દબાણ કર્યુ હતુ. તેઓ ભારતમાં સુરક્ષિત છે. તેમને દુઃખ એ વાતનું છે કે તેમના પિતાએ આ દેશ માટે પોતાનું જીવન સમર્પિત કર્યુ હતું અને તેમના આખા પરિવારે જીવ ગુમાવ્યો છતાં તેમને આ રીતે હાંકી કાઢવામાં આવ્યા. તેઓ વ્યથિત છે કે આ દેશ જેના માટે તેમણે જેલ ભોગવી, આટલુ સખત કામ કર્યુ અને આટલો બધો વિકાસ કર્યો, તે દેશના લોકોએ આ રીતે તેમનું અપમાન કર્યુ, તેમને હાંકી કાઢયા, તેમના પર હુમલો કર્યો
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
