તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 9th August 2024
તમે તમારા મનમાંથી સોનું કાઢી નાખો, તમે પોતે જ સૌથી મોટુ સોનું છો , તમે દેશને ગૌરવ અપાવ્યું છે. આખો દેશ રાત્રે (8મી ઓગસ્ટ) તમારી હરીફાઈ જોઈ રહ્યો હતો : નરેન્દ્રભાઈ મોદીએ નીરજ ચોપરાને ટેલીફોનિક શુભેચ્છા પાઠવી :જુઓ વિડિઓ
મેં જે વિચાર્યું હતું તેમ નથી થયું , લોકોને સોનાની અપેક્ષાઓ હતી, પૂરો પ્રયાસ કર્યો પણ એવું બન્યું નહીં. સ્પર્ધા ખૂબ જ મજબૂત હતી : નીરજ ચોપરા

નવી દિલ્હી તા.૯ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભારતના ભાલા ફેંકના ખેલાડી નીરજ ચોપરા સાથે વાત કરી અને તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા. તેનો વીડિયો સામે આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પેરિસ ઓલિમ્પિક 2024માં ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીતનાર ભારતીય ભાલા ફેંકનાર નીરજ ચોપરા સાથે વાત કરી હતી. પીએમ મોદીએ નીરજ ચોપરાને તેમની જીત પર અભિનંદન પાઠવ્યા હતા. તેનો વીડિયો સામે આવ્યો છે. આ દરમિયાન પીએમ મોદીએ નીરજ ચોપરાને કહ્યું કે તમે તમારા મનમાંથી સોનું કાઢી નાખો, તમે પોતે જ સૌથી મોટુ સોનું છો.
આ દરમિયાન પીએમ મોદીએ નીરજને ફોન કરીને અભિનંદન આપ્યા અને કહ્યું- તમે દેશને ગૌરવ અપાવ્યું છે. આખો દેશ રાત્રે (8મી ઓગસ્ટ) તમારી હરીફાઈ જોઈ રહ્યો હતો.
આ દરમિયાન નીરજ ચોપડાએ પીએમ મોદીને કહ્યું- મેં જે વિચાર્યું હતું તેમ નથી થયું. લોકોને સોનાની અપેક્ષાઓ હતી, તેઓએ પૂરો પ્રયાસ કર્યો પણ એવું બન્યું નહીં. સ્પર્ધા ખૂબ જ મજબૂત હતી.
Prime Minister Narendra Modi spoke to Neeraj Chopra and enquired about his injury 🗣️ #Paris2024 pic.twitter.com/8pd3INkP8G
— InsideSport (@InsideSportIND) August 9, 2024
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
