News of Friday, 9th August 2024
યુપીએસસી ની મુખ્ય પરીક્ષાનો કાર્યક્રમ જાહેર : ર૧ સપ્ટેમ્બરે જનરલ સ્ટડીઝનું પેપર લેવાશે
પરીક્ષા બે શિફટમાં લેવાશે : ૧૪,૬૨૭ ઉમેદવારો પરીક્ષા આપશ

નવી દિલ્હી, તા. ૯ : UPSC મુખ્ય પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે ઉમેદવારોએ પ્રાથમિક પરીક્ષા પાસ કરીને મુખ્ય પરીક્ષા માટે લાયક બન્યા છે. તેઓ સત્તાવાર વેબસાઈટ upsc.gov.in. પર પરીક્ષાનો કાર્યક્રમ જોઇ શકશે.
૨૦ સપ્ટેમ્બરથી પરીક્ષા શરૂ થશે. UPSC મુખ્ય પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવશે. જેનો સમય પ્રથમ શિફ્ટ માટે ૯થી ૧૨ અને બીજી શિફ્ટ માટે ૨.૩૦ થી ૫.૩૦ વાગ્યા સુધીનો રહેશે.
તારીખ વિષય
૨૧ સપ્ટેમ્બર જનરલ સ્ટડીઝ પેપર
૨૨ સપ્ટેમ્બર જનરલ સ્ટડીઝ પેપર
૨૮ સપ્ટેમ્બર ભારતીય ભાષા, અંગ્રેજી
૨૯ સપ્ટેમ્બર વૈકલ્પિક વિષય પેપર ૧ અને ૨
UPSCની ૧૦૫૬ જગ્યાઓ માટે ભરતી યોજવામાં આવી હતી. ૧૬ જૂનના રોજ તેની પ્રાથમિક કસોટી યોજવામાં આવી અને ૧ જુલાઈએ આ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧૪,૬૨૭ ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે પસંદ કરવામાં આવ્યા હતા.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
