<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

'વક્ફ બોર્ડની જમીન દેશની સેના અને બાંગ્લાદેશી હિન્દુઓને આપવી જોઈએ' : બાંગ્લાદેશના હિંદુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે ત્યાંની પરિસ્થિતિ જોઈને મારું હૃદય હચમચી ગયું છે : હિન્દુ નેતા સાધ્વી પ્રાચીએ વકફ બોર્ડની જમીનને લઈને મોટું નિવેદન

જ્યાં પણ કટ્ટરપંથીઓની વસ્તી વધી રહી છે ત્યાં આ જ થઈ રહ્યું છે : સાધ્વી પ્રાચી નાગલા મદોદ મહાપંચાયત કેસમાં સુનાવણી માટે મુઝફ્ફરનગર કોર્ટ આવ્યા હતા

નવી દિલ્હી તા.૯ : હિન્દુ નેતા સાધ્વી પ્રાચી અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. આ દરમિયાન તેમણે વકફ બોર્ડની જમીનને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે વક્ફ બોર્ડની જમીન આપણા દેશની સેના અને બાંગ્લાદેશના હિન્દુઓને આપવી જોઈએ. કારણ કે ત્યાં બાંગ્લાદેશના હિંદુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. ત્યાંની પરિસ્થિતિ જોઈને મારું હૃદય હચમચી ગયું છે.

સાધ્વી પ્રાચી ગુરુવારે 2013 નાગલા મદોદ મહાપંચાયત કેસમાં સુનાવણી માટે મુઝફ્ફરનગર કોર્ટ પહોંચી હતી. સુનાવણી બાદ તેમણે કોર્ટની બહાર પત્રકારો સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે તેમની સામે 2013 નાગલા મડોદ મહાપંચાયતનો કેસ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં કોર્ટના આદેશનું પાલન કરવું મારી ફરજ છે. આ દરમિયાન તેમણે વકફ બોર્ડની જમીન અંગે પણ નિવેદન આપ્યું હતું.

પ્રાચીએ કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓના મંદિરો તોડી નાખવામાં આવી રહ્યા છે એટલું જ નહીં, તેમની નિર્દયતાથી હત્યા પણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત હિન્દુ બહેનો-દીકરીઓ પર ખુલ્લેઆમ અત્યાચાર અને બળાત્કાર ગુજારવામાં આવે છે. બાંગ્લાદેશમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. હસીનાને ભારતમાં આશરો લેવો પડશે. બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારો જોઈને મારું હૃદય તૂટી ગયું છે અને હું ખૂબ જ વ્યથિત છું. સાથે જ આ બધું જોઈને મને શરમ પણ આવે છે. 

પ્રાચીએ કહ્યું કે જ્યાં પણ કટ્ટરપંથીઓની વસ્તી વધી રહી છે ત્યાં આ જ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં મને લાગે છે કે વક્ફ બોર્ડની જમીન ભારતીય સેનાને આપવી જોઈએ. આ સિવાય આ જમીન બાંગ્લાદેશના હિન્દુઓને પણ આપવામાં આવે.

(4:21 PM IST)