News of Friday, 9th August 2024
સોનામાં ભાવમાં વધારો :ચાંદીમાં જબરો ઉછાળો : એક દિવસમાં કિલો 1040 રૂપિયા મોંઘી થઈ ગઈ
24 કેરેટ સોનાની કિંમત વધીને 69 હજાર 205 રૂપિયા થઈ ગઈ

મુંબઈ :ભારતીય બુલિયન માર્કેટમાં 9 ઓગસ્ટ 2024ના રોજ સોનાની કિંમતમાં વધારો થયો છે. હવે 24 કેરેટ સોનાની કિંમત 69 હજાર 205 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. એક દિવસ પહેલા એટલે કે 7મી ઓગસ્ટ 2024ના રોજ સોનાની કિંમતમાં આજે 91 રૂપિયાનો વધારો થયો છે
ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. ચાંદીની કિંમત 79920 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. રાષ્ટ્રીય સ્તરે 8 ઓગસ્ટથી 999 શુદ્ધ ચાંદીની કિંમતમાં 1040 રૂપિયાનો વધારો થયો છે
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સના જણાવ્યા અનુસાર 9 ઓગસ્ટની સાંજે 999 શુદ્ધતાના 24 કેરેટ સોનાની કિંમત 69205 રૂપિયા હતી. 9 ઓગસ્ટના રોજ 999 રૂપિયાના 24 કેરેટ સોનાની કિંમત 69296 રૂપિયા થઈ ગઈ છે. 8 ઓગસ્ટની સાંજે 999 શુદ્ધ ચાંદીનો ભાવ 78880 રૂપિયા હતો. 9 ઓગસ્ટે 999 શુદ્ધ ચાંદીની કિંમત 79920 રૂપિયા થઈ ગઈ છે.
9 ઓગસ્ટે 995 શુદ્ધતાના સોનાની કિંમત 69019 રૂપિયા થઈ ગઈ છે. 916 શુદ્ધતાના સોનાની કિંમત વધીને 63475 રૂપિયા થઈ ગઈ છે. 750 શુદ્ધતાના સોનાનો ભાવ વધીને રૂ.51972 થયો છે. 585 શુદ્ધતાના સોનાનો ભાવ વધીને 40538 રૂપિયા થયો છે.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
