તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
ઓલા ઈલેક્ટ્રિકના શેરોનું નબળુ લિસ્ટીંગ બાદ તેજીની ચમક: 20 ટકા અપર સર્કિટ સાથે રૂપિયા 91 ઉપર બંધ
શેરના ભાવ 20 ટકા અપર સર્કિટ લાગી:BSE ખાતે શેરનો ભાવ રૂપિયા 15.18 એટલે કે 19.97 ટકાની તેજી સાથે રૂપિયા 91.18 રહ્યા હતા.

મુંબઈ :ઓલા ઈલેક્ટ્રિક મોબિલિટીના પ્રારંભિક જાહેર ભરણા (IPO) હેઠળના શેરોનું આજે ભારતીય શેરબજારમાં સુસ્ત લિસ્ટીંગ થયું હતું. જોકે ત્યારબાદ કંપનીના શેરોમાં શાનદાર રિકવરી જોવા મળી હતી. શેરબજારમાં લિસ્ટીંગના દિવસે શેરના ભાવ 20 ટકા અપર સર્કિટ લાગી હતી અને BSE ખાતે શેરનો ભાવ રૂપિયા 15.18 એટલે કે 19.97 ટકાની તેજી સાથે રૂપિયા 91.18 રહ્યા હતા.
ઓલા ઈલેક્ટ્રિકનું શેરબજારમાં લિસ્ટીંગ થયું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ખાતે કંપનીના શેરનું રૂપિયા 76 ભાવ પર લિસ્ટીંગ થયું હતું, જ્યારે BSE ખાતે શેરનો ભાવ રૂપિયા 75.99 પર લિસ્ટીંગ થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ઓલા ઈલેક્ટ્રિક IPOની પ્રાઈઝ બેન્ડ (Price Band) રૂપિયા 72થી રૂપિયા 76 નક્કી કરવામાં આવ્યું હતું.
ઓલા ઈલેક્ટ્રિકના પ્રારંભિક જાહેર ભરણામાં શેરદીઠ રૂપિયા 72થી 76 ભાવ નક્કી કરવામાં આવ્યો હતો. કંપનીએ 195 શેરનો એક લોટ બનાવ્યો હતો. જેને લીધે નાના રોકાણકારો ઓછામાં ઓછા 14,820 રૂપિયાનું રોકાણ કરવાનું રહેતુ હતું.
ઓલા ઈલેક્ટ્રિકનું જાહેર ભરણુ રૂપિયા 6,145.56 કરોડનું હતું. કંપનીએ IPO મારફતે 73.37 કરોડ ફ્રેશ શેર ઈશ્યુ કર્યાં હતા. જ્યારે ઓફર ફોર સેલ અંતર્ગત કંપનીએ 8.49 કરોડ શેર ઈશ્યુ કર્યાં હતા. આ કંપનીનું જાહેર ભરણું 2 ઓગસ્ટ 2024ના રોજ ખુલ્યું હતું અને 7 ઓગસ્ટ સુધી બિડ કરી શકાતી હતી.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
