તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th August 2024
બાંગ્લાદેશ હિંસા પર ભારત સરકારનું મોટું પગલું : સ્થિતિ પર નજર રાખવા માટે સમિતિની રચના
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહે ટ્વિટ કરીને માહિતી આપી:સરકારે સરહદ પર નજર રાખવા માટે એક સમિતિની રચના કરી :બોર્ડર સિક્યુરિટી ફોર્સના ઈસ્ટર્ન કમાન્ડના એડીજીને કમિટીના અધ્યક્ષ બનાવાયા

નવી દિલ્હી. ભારત સરકાર બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિને લઈને સતર્ક છે. હવે કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વિટ કરીને માહિતી આપી છે કે સરકારે સરહદ પર નજર રાખવા માટે એક સમિતિની રચના કરી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સના ઈસ્ટર્ન કમાન્ડના એડીજીને કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ પહેલા બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ બાંગ્લાદેશ બોર્ડર પર તકેદારી વધારી છે. બાંગ્લાદેશમાં હિંસાની ઘટનાઓએ ભારત સરકારની ચિંતા વધારી દીધી છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહે ટ્વીટ કર્યું કે બાંગ્લાદેશમાં ચાલી રહેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને, મોદી સરકારે ભારત-બાંગ્લાદેશ બોર્ડર (IBB) પર વર્તમાન સ્થિતિ પર નજર રાખવા માટે એક સમિતિની રચના કરી છે. ભારતીય નાગરિકો, હિન્દુઓ અને ત્યાં રહેતા અન્ય લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સમિતિ બાંગ્લાદેશમાં તેના સમકક્ષ સત્તાવાળાઓ સાથે વાતચીત જાળવશે. આ સમિતિનું નેતૃત્વ બોર્ડર સિક્યોરિટી ફોર્સના ઈસ્ટર્ન કમાન્ડના એડીજી કરશે
(8:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
