<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

ઈરાકમાં છોકરીઓની લગ્નની ઉંમર ઘટાડીને 9 વર્ષ થશે !!: બિલનો ઠેર ઠેર વિરોધ :પ્રદર્શન

ઈરાકની સંસદમાં છોકરીઓની લગ્નની ઉંમરને લઈને એક બિલ રજૂ : બિલ પસાર થાય તો 9 વર્ષની છોકરીઓના લગ્ન માન્ય ગણાશે

ઈરાકની સંસદમાં છોકરીઓની લગ્નની ઉંમરને લઈને એક બિલ રજૂ કરવામાં આવ્યું છે. જો આ બિલ સંસદમાંથી પસાર થઈ જશે તો ત્યાં 9 વર્ષની છોકરીઓના લગ્ન માન્ય ગણાશે. ઈરાકમાં મહિલાઓ અને ઘણા માનવાધિકાર સંગઠનો આ બિલનો વિરોધ કરી રહ્યા છે.

મિડલ ઈસ્ટ આઈ નામના અખબાર અનુસાર, પર્સનલ સ્ટેટસ એક્ટ 1959ના નિયમ 188ને બદલવાની વાત થઈ રહી છે. વાસ્તવમાં, પર્સનલ સ્ટેટસ લો 1959 અબ્દુલ કરીમ કાસિમની સરકાર દરમિયાન બનાવવામાં આવ્યો હતો. આ કાયદાની પ્રશંસા કરવામાં આવી હતી, જેમાં છોકરીઓના લગ્નની લઘુત્તમ ઉંમર 18 વર્ષ કરવામાં આવી હતી.
જો આ બિલ ઈરાકની સંસદમાં પસાર થઈ જશે તો 9 વર્ષની છોકરીઓ 15 વર્ષની ઉંમરના છોકરાઓ સાથે લગ્ન કરી શકશે. યુનિસેફના રિપોર્ટ અનુસાર ઈરાકમાં 28 ટકા છોકરીઓના લગ્ન 18 વર્ષની ઉંમર પહેલા થઈ જાય છે.

હ્યુમન રાઈટ્સ વોચ (HRW)ના સંશોધક સારા સનબારે જણાવ્યું હતું કે, "આ કાયદો પસાર થવાથી દેશના વિકાસને આગળ નહીં પરંતુ પછાત તરફ લઈ જશે." ઘણા માનવાધિકાર લોકો માને છે કે જો આ બિલ સંસદ દ્વારા પસાર થઈ જશે તો દેશમાં છોકરીઓનું શિક્ષણ અને તેમની સ્વતંત્રતા જોખમમાં આવી જશે.

(8:22 PM IST)