<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

કુસ્તીબાજ અમન સેહરાવતે બ્રોન્ઝ જીત્યો : પીએમ મોદીએ તેમને આ નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હી :કુસ્તીબાજ અમન સેહરાવતે શુક્રવારે પેરિસ ઓલિમ્પિકમાં પુરુષોની 57 કિગ્રા ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અમાને પ્યુર્ટો રિકોના ડેરિયન ટોઇ ક્રુઝને 13-5થી હરાવ્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ તેમને આ નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા

ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવતે શાનદાર પ્રદર્શન કર્યું અને પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. 21 વર્ષીય અમાને બ્રોન્ઝ માટે રમાયેલી મેચમાં પ્યુર્ટો રિકોના ડેરિયન ટોઇ ક્રુઝને 13-5ના માર્જિનથી હરાવ્યો હતો

(1:04 AM IST)