News of Saturday, 10th August 2024
મોદી કેબિનેટનો નિર્ણય :રૂપિયા 24,657 કરોડના 8 મોટા રેલવે પ્રોજેક્ટને મંજૂરી:જાણો કયા રાજ્યોને મળશે લાભ
8 પ્રોજેક્ટ્સ પૈકી 3 પ્રોજેક્ટ પશ્ચિમી અને દક્ષિણી પોર્ટ માટે:સરકારે આ પ્રોજેક્ટ અંગે કહ્યું કે તેને લીધે સંપર્ક વધશે, યાત્રા સરળ બનશે

નવી દિલ્હી : પીએમ મોદીના વડપણ હેઠળની કેબિનેટે 8 મોટા રેલવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટો પૂર્વી રાજ્યોમાં વિકાસ પર કેન્દ્રીત છે. આ 8 પ્રોજેક્ટો પાછળ કૂલ રૂપિયા 24,657 કરોડનો ખર્ચ કરવામાં આવશે. કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવએ કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં કેબિનેટે આજે ઐતિહાસિક નિર્ણય લીધો છે.
બજેટ 2024માં PMએ પૂર્વી રાજ્યોના વિકાસ માટ પોતાના પૂર્વોદય પ્લાનને રજૂ કર્યો હતો. કેબિનેટનો આ નિર્ણય દર્શાવે છે કે ઓડિશા, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ તથા નોર્થ ઈસ્ટના રાજ્યોના વિકાસ માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે. કેબિનટે આ રાજ્યોના વિકાસ માટે 8 રેલવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ 8 પ્રોજેક્ટ્સ પૈકી 3 પ્રોજેક્ટ પશ્ચિમી અને દક્ષિણી પોર્ટ માટે છે.
સરકારે આ પ્રોજેક્ટ અંગે કહ્યું કે તેને લીધે સંપર્ક વધશે, યાત્રા સરળ બનશે, ઓઈલ આયાતમાં ઘટાડો થશે તથા કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મંત્રિમંડળના નિર્ણય અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે સૂચિત પ્રોજેક્ટને લીધે સંપર્કથી વંચિત વિસ્તારોને જોડીને લોજિસ્ટીક ક્ષમતામાં સુધારો આવશે અને પરિવહન નેટવર્કને વધારે મજબૂત બનાવી શકાશે. કેન્દ્રીય પ્રધાને જણાવ્યું કે આ પ્રોજેક્ટથી 767 કરોડ કિલોગ્રામ કાર્બન ઉત્સર્જન ઓછું થશે અન 30 કરોડ વૃક્ષ ઉગાડવાની સમકક્ષ હશે.
(12:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
