તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 10th August 2024
અદાણી બાદ હવે કોની પાળ પીટશે હિંડનબર્ગ ? હિંડનબર્ગ રિસર્ચ ફરી એકવાર ભારતને લઈને 'કંઈક મોટું' કરવા જઈ રહ્યું છે : આ વખતે કોણ હશે નિશાન?
આ પહેલા હિંડનબર્ગના રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર મોટા પાયે કોર્પોરેટ ગેરવર્તણૂક અને શેર-પ્રાઈસ મેનીપ્યુલેશનનો આરોપ મૂકવામાં આવ્યો હતો

Something big soon India
— Hindenburg Research (@HindenburgRes) August 10, 2024
નવી દિલ્હી : અમેરિકાની શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચ ફરી એકવાર એક ભારતીય કંપની સાથે જોડાયેલો મોટો ખુલાસો કરવા જઈ રહી છે. કંપનીએ 10 ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા આનો સંકેત આપ્યો છે. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, "Something big soon India."
હિન્ડેનબર્ગે 24 જાન્યુઆરી, 2023ના રોજ 'અદાણી ગ્રુપઃ હાઉ ધ વર્લ્ડસ થર્ડ રિચેસ્ટ મેન ઈઝ પુલિંગ ધ લાર્જેસ્ટ કોન ઇન કોર્પોરેટ હિસ્ટ્રી' નામનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો. રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર મોટા પાયે કોર્પોરેટ ગેરવર્તણૂક અને શેર-પ્રાઈસ મેનીપ્યુલેશનનો આરોપ મૂકવામાં આવ્યો છે.
અહેવાલ આવ્યા બાદ અદાણી એન્ટરપ્રાઈઝ સહિત અદાણી ગ્રુપની તમામ કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. 24 જાન્યુઆરી, 2023 થી 22 ફેબ્રુઆરી, 2023 ના સમયગાળા દરમિયાન અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં લગભગ 59 ટકાનો ઘટાડો થયો હતો અને ભાવ શેર દીઠ રૂ. 3,422 થી ઘટીને રૂ. 14,04.85 થયો હતો. રોકાણકારોને $30 બિલિયનથી વધુનું નુકસાન થયું છે. ગ્રૂપની કંપનીઓ સામે પણ રેગ્યુલેટરી તપાસ શરૂ થઈ.
પરંતુ અદાણી ગ્રૂપે દેવું ઘટાડ્યું અને મોટા પ્રોજેક્ટ્સ શરૂ કર્યા પછી, તે સમગ્ર નુકસાન હવે ભરપાઈ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે અદાણી ગ્રૂપે હિંડનબર્ગ રિપોર્ટમાં લાગેલા આરોપોને વારંવાર નકારી કાઢ્યા છે.

(10:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
