<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

દેશની બંધારણીય સંસ્‍થાઓમાં ઉપર ગુજરાતી માફિયાઓનો કબ્‍જો

તૃણમુલ કોંગ્રેસના ‘ફાયરબ્રાન્‍ડ' સાંસદ મહુઆ મોઇત્રાની બીબીસી સાથે સ્‍ફોટક વાતચીત : દર મિનિટે લોકશાહીના દરેક સ્‍તંભો મીડિયાની ‘હત્‍યા' : ન્‍યાયતંત્ર ઉપર વિશ્‍વાસ ડગમગવા લાગ્‍યો છે

રાજકોટ, તા.૧૦: તળણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાને સંસદમાં વિપક્ષના મહત્‍વના અવાજ તરીકે જોવામાં આવે છે. તેમના ઝડપી ભાષણો અવારનવાર ચર્ચામાં રહે છે. મહુઆ મોઇત્રાએ ગત લોકસભામાં તેમનું સભ્‍યપદ ગુમાવ્‍યું હતું, પરંતુ આ વર્ષે તેઓ ફરીથી ચૂંટણી જીતીને લોકસભામાં પહોંચ્‍યા છે. આવી સ્‍થિતિમાં તે પ?મિ બંગાળ, વડાપ્રધાન મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીની સ્‍થિતિ વિશે શું વિચારે છે તે અંગે મહુઆ તાજેતરમાં કલેક્‍ટિવ ન્‍યૂઝરૂમની ઓફિસમાં આવ્‍યા હતા જ્‍યાં તેણીએ બીબીસી માટે કામ કરતા તમામ પત્રકારો સાથે વાત કરી અને તેમના પ્રશ્‍નોના જવાબ પણ આપ્‍યા.

એનડીએ પ્રેમના કારણે સાથે નથી આવ્‍યા પરંતુ શું તમે પ્રેમના કારણે સાથે આવ્‍યા છો કે બીજું કોઈ કારણ છે? મહુઆ મોઇત્રાએ જણાવ્‍યું કે, અમે લોકશાહીને પ્રેમ કરતા હોવાથી અમે સાથે આવ્‍યા છીએ. અમે સાથે છીએ કારણ કે અમને સમજાયું કે અંતે અમે એક રાજકીય પક્ષ છીએ જે વિચારધારામાં વિશ્વાસ રાખે છે. બંધારણ અને દેશને બચાવવાની વિચારધારા. હું એવું નથી કહેતી કે કોઈ નેતા મધર ટેરેસા છે અને અમે અહીં એક મહાન સમાજસેવા કરવા આવ્‍યા છીએ. તેમાં ચોક્કસ કેટલાક મતભેદો છે પરંતુ સત્‍ય એ છે કે અમે દેશની આત્‍મા અને મૂલ્‍યોને બચાવવા માટે સાથે આવ્‍યા છીએ. અમને સમજાયું છે કે જો ભાજપ અત્‍યારે છે તેમ રહેશે તો ભારતમાં કશું જ બચશે નહીં. કારણ કે દરેક મિનિટે લોકશાહીના દરેક સ્‍તંભો, મીડિયાનો નાશ થયો છે, ન્‍યાયતંત્ર પરનો વિશ્વાસ ડગમગવા લાગ્‍યો છે, તમામ બંધારણીય સંસ્‍થાઓ ગુજરાતી માફિયાઓએ કબજે કરી લીધી છે. આવી સ્‍થિતિમાં જો આપણે આગળ નહીં આવીએ તો શું બાકી રહેશે? કારણ કે આપણે લોકશાહીને પ્રેમ કરીએ છીએ અને દેશની દરેક વસ્‍તુના વિનાશને ટાળીએ છીએ.

રાહુલ ગાંધી વિપક્ષના નેતા છે શું તમે રાહુલ ગાંધીને મહાગઠબંધનના નેતા તરીકે સ્‍વીકારશો? મહુઆ મોઇત્રાએ જણાવ્‍યું કે, હા રાહુલ ગાંધી વિપક્ષના નેતા છે. અમે વિપક્ષના નેતા વગર ૧૦ વર્ષ વિતાવ્‍યા છે. આ વખતે ગઠબંધનને  મળ્‍યું તે ખુશીની વાત છે. એક પક્ષને ૧૦૦ સીટો મળી તો અમને વિપક્ષના નેતાનું પદ મળ્‍યું. રાહુલ ગાંધી વિપક્ષના નેતા છે અને અમે વિપક્ષમાં છીએ. તેથી તેમાં વિશ્વાસ ન કરવાનો પ્રશ્‍ન જ નથી. ઈન્‍ડિયા એલાયન્‍સમાં અત્‍યારે કોઈ કન્‍વીનર નથી દરેક બેઠકમાં દરેક પક્ષના પ્રતિનિધિઓ હોય છે. ઈન્‍ડિયા આલિયાન્‍ઝનો કોઇ એક નેતા નથી.

તમારા મતે, નરેન્‍દ્રભાઇ મોદીમાં એવી શું કાબેલીયત છે કે તેઓ ત્રણ ટર્મથી સત્તા પર છે? મહુઆજીએ જણાવેલું કે, કેટલાક પાસે ઉમદા બાજુ છે અને કેટલાક પાસે આધાર બાજુ હોય છે. આધાર બાજુ દરેકની અંદર છે અને જેને સહેજ દબાવી રાખવામાં આવે છે. જેમકે ઘણા લોકો માને છે કે મુસ્‍લિમો ગંદા છે, મુસ્‍લિમોને ઘણા બાળકો છે, મુસ્‍લિમોનોને ત્‍યાં આવવાપ્રજવાનું પણ નથી, છતાં તેઓ ગેરસમજમાં રહે છે. ૨૦ વર્ષ પહેલા કે ૧૦ વર્ષ પહેલા ઓપન ફોરમમાં કહી શક્‍તા નહોતા. નરેન્‍દ્રભાઇ મોદી જેવી વ્‍યક્‍તિ ખુલ્લેઆમ આધારની તરફેણ કરી શકે છે. એટલું જ નહીં, તે પોતાની જાતને શ્રેષ્ઠ માને છે અને આ નકારાત્‍મક ઉર્જા તેમનામાં હાજર છે. બંધારણીય નૈતિકતા અને લોકપ્રિયતા વચ્‍ચે તફાવત છે. એક નેતા છે તે લોકપ્રિય હોઈ શકે છે પરંતુ તેણે બંધારણ અને નૈતિકતાનું પાલન કરવું પડશે. પરંતુ નરેન્‍દ્રભાઇ મોદી બંધારણીય નૈતિકતાનું અનુસરણ કર્યા વિના લોકપ્રિય કઇ રીતે બન્‍યા તે વાત કરે છે.

એટલે કે સ્‍પષ્ટ છે કે તમે મોદી વિરોધી છો? મહુઆ મોઇત્રાએ કહ્યું કે હિટલર પણ વિજેતા થયા હતા. આ વખતે તેમને બહુમત નથી મળ્‍યા. બધી જગ્‍યાએ મોદીજીના નામે વોટ માંગવામા આવેલા એ રીતે જોઇએ તો મોદીજી આ ચૂંટણી જીત્‍યા નહી હારી ગયા છે.

નવી સંસદ ભવન મોદીજી અને ભાજપ દ્વારા ખૂબ વિચારીને બનાવવામાં આવી છે. તે અમને ત્‍યાં જોવા દેવા માંગતા નથી. અગાઉ સેન્‍ટ્રલ હોલ હોવાથી મીડિયા પણ ત્‍યાં આવતું હતું. હવે જે નવા સાંસદ આવ્‍યા છે તેઓ કયારેય રાજ્‍યસભા અને લોકસભાને મળી શકશે નહીં કારણ કે તેમના રૂમ અને કેન્‍ટીન અલગ છે. આ મને બહુ ખરાબ લાગે છે. પહેલા પીએમ બધાને મળતા જ્‍યારે મોદીજી તમને પત્રકારોને નથી મળતા તો મને કયાંથી મળે?

રાહુલ ગાંધી વિશે મહુઆજીએ કહેલું કે તેઓ અલગ પાર્ટીમાંથી છે અને હું અલગ પાર્ટી માંથી છુ. જોકે તેઓ એક અદભૂત અને બહાદુર વ્‍યક્‍તિ છે. રાહુલ ગાંધીની ખુબ મજાક ઉડી છે હવે ૬૦૦૦ કિ.મી તેઓ ચાલીને આવ્‍યા જ્‍યારે બીજેપીના કોઇ સાંસદ ૬૦૦૦ કિ.મી ચાલી શકે?

ટીએમસીમાં તમે શું બદલાવ ઇચ્‍છશો? મહુઆજીનું કહેવું હતું કે, પશ્‍ચિમ બંગાળમા સંદેશખાલી જેવી ઘટના થાય ત્‍યારે મને લાગે છે કે અમે એવા રાજ્‍યમાંથી એક છીએ જ્‍યાં લગભગ ઝીરો ટોલરન્‍સની પોલીસી છે. મને ખ્‍યાલ છે કારણ હું એક ગ્રામીણ ક્ષેત્રમાંથી આવું છુ અને જ્‍યારે પણ આવું થાય છે ત્‍યારે અમે આવી બાબતોને કેટલી સખ્‍તાઇથી નિપટાવીએ છીએ. પાર્ટીના માળખાના બદલાવ પર ચોક્કસ કહી શકાય. પાર્ટીના બંધારણમાં નાની નાની બાબતો કાયમ થાય છે જે અમે સમય સાથે ઉકેલી લેતા હોઇએ છીએ. ટીએમસીમાં કોઇ મોટા બદલાવની જરૂર નથી.(૨૩.૧૦)

                                  (સૌજન્‍યઃ બીબીસી હિન્‍દી)

(10:35 AM IST)