હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હવે કોઈ બેંકોને ચૂનો લગાવી શકશે નહીં :દર 15 દિવસે અપડેટ થશે તમારો ક્રેડિટ સ્કોર:RBIએ આપી જાણકારી
લોન લીધા પછી EMI ન ચૂકવવી, લોનનું ન ભરવી કે લોનનું સેટલમેન્ટ ન કરવું ગ્રાહકોને ભારે પડી શકે

નવી દિલ્હી :RBIએ નવા નિયમો લાગૂ કર્યા છે, જેથી હવે કોઈ બેંકોને ચૂનો લગાવી શકાશે નહીં. હવે દર 15 દિવસે ગ્રાહકોનો ક્રેડિટ સ્કોર અપડેટ થશે
હવે કોઈ ગ્રાહક કે ડિફોલ્ટર બેંકના પૈસે એશ નહીં કરી શકે, ન તો બેંકોને ચૂનો લગાવી શકે. હવે RBIએ નવા નિયમો જારી કર્યા છે, જેના અનુસાર ગ્રાહકોનો ક્રેડિટ સ્કોર દર 15 દિવસે અપડેટ કરવામાં આવશે. એવામાં ગ્રાહકોએ તેમનો ક્રેડિટ સ્કોર જાળવી રાખવા માટે સખત મહેનત કરવી પડશે. એટલે કે હવે કોઈ બેંકોને ચૂનો લગાવી શકશે નહીં. લોન લીધા પછી EMI ન ચૂકવવી, લોનનું ન ભરવી કે લોનનું સેટલમેન્ટ ન કરવું ગ્રાહકોને ભારે પડી શકે છે. આની સીધી અસર તેમના ક્રેડિટ સ્કોર અને કોઈપણ પ્રકારની નવી લોન પર પડી શકે છે.
આવતા વર્ષે 1 જાન્યુઆરીથી, તમારે તમારો ક્રેડિટ સ્કોર અપડેટ થવા માટે વધુ રાહ જોવી પડશે નહીં. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ જાહેરાત કરી છે કે બેંકો અને નાણાકીય સંસ્થાઓ હવે શક્ય તેટલી વહેલી તકે ક્રેડિટ સ્કોર્સ અપડેટ કરશે. RBI ગવર્નર શક્તિકાંત દાસે 8 ઓગસ્ટ, 2024ના રોજ આ નવા નિયમની જાહેરાત કરી હતી, જેના હેઠળ દર 15 દિવસે ક્રેડિટ ડેટા અપડેટ કરવામાં આવશે. આ ડેટા દર મહિનાની 15 તારીખ સુધીમાં અથવા મહિનાના અંત સુધીમાં અથવા ક્રેડિટ ઇન્સ્ટીટયુશન (CI) અને ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓ (CIC) એક નિશ્ચિત તારીખે એકબીજાની સહમતી સાથે આને અપડેટ કરશે
ક્રેડિટ ઇન્સ્ટીટયુશન્સ (CI) એ ગ્રાહકની ક્રેડિટ ઇન્ફોર્મેશન દર મહિને CIC ને સબમિટ કરવી જરૂરી હોય છે. ડિજિટલ લેન્ડિંગ કન્સલ્ટન્ટના જણાવ્યા અનુસાર, આ પગલું લોન લેનારા અને આપનાર બંને માટે ફાયદાકારક સાબિત થશે. બેંકો અને NBFCs માટે વધુ સારા નિર્ણયો લેવા માટે સચોટ અને અદ્યતન ક્રેડિટ ઇન્ફોર્મેશન અત્યંત મહત્ત્વપૂર્ણ છે. દર અઠવાડિયે અથવા દર 15 દિવસે ડેટા અપડેટ કરવા જરૂરી છે. જો આમ કરવામાં ન આવે તો વર્તમાન ક્રેડિટ સ્કોર તમારા નાણાકીય વર્તનનું સાચું પ્રતિબિંબ આપતું નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
