<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

દેશની ત્રણ બેન્કોએ ગ્રાહકોનું વધાર્યું ટેન્શન :કન્ઝ્યુમર્સ લોન થઇ મોંઘી: વધી જશે EMI :MCLRમાં વધારો કર્યો

આરબીઆઇએ રેટને 6.5 ટકા પર યથાવત રાખ્યો પરંતુ બેંકોએ લોન મોંઘી કરવાનું શરૂ કરી દીધુ

નવી દિલ્હી :દેશની ત્રણ મોટી સરકારી બેંકોએ પોતાની લોન મોંઘી કરી દીધી છે. પબ્લિક સેક્ટરની બેંક ઓફ બરોડા, કેનેરા બેંક અને યુકો બેંકે પોતાની બઝી લોન પર માર્જિન કોસ્ટ લેડિંગ રેટ્સ (MCLR)માં વધારો કર્યો છે. તેનાથી મોટાભાગની કન્ઝ્યુમર લોન મોંઘી થઈ ગઈ છે.

   હાલમાં જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાની મોનિટરી પોલિસી સમિતિની બેઠકમાં એક વખત ફરીથી રેપો રેટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવ્યો અને રેટને 6.5 ટકા પર યથાવત રાખવામાં આવ્યા છે. પરંતુ બેંકોએ લોન મોંઘી કરવાનું શરૂ કરી દીધુ છે

   બેંક ઓફ બરોડાએ 12 ઓગસ્ટથી અમુક સમય માટે MCLRમાં ફેરફાર કર્યો છે. યુકો બેંકની એસેટ લાયબિલિટી મેનેજમેન્ટ કમિટીએ 10 ઓગસ્ટથી અમુક ટેન્યોર વાળી લોનને મોંઘી કરી છે અને 5 બેસિક પોઈન્ટનો વધારો કર્યો છે. કેનેરા બેંકે 12 ઓગસ્ટથી બધા સમયગાળાની લોનના રેટમાં પાંચ બેસિક પોઈન્ટનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

  કેનેરા બેંકે કહ્યું છે કે એક વર્ષના સમયની MCLR 8.95 ટકાની છેલ્લા વ્યાજના મુકાબલે હવે 9 ટકા થશે. ત્રણ વર્ષ માટે MCLR 9.40 ટકા હશે જ્યારે બે વર્ષના સમય માટે આ 9.30 ટકા હશે.

  કોલકાતા બેસ્ડ પબ્લિક સેક્ટરની બેંકે એક મહિનાના સમય માટે MCLRને 8.3 ટકાથી વધીને 8.35 ટકા અને એક વર્ષના સમયગાળા માટે એમસીએલઆરને 8.9 ટકાથી વધારીને 8.95 ટકા કરી દેવામાં આવી છે. તેણે એક મહિના માટે ટીબીએલઆરને 6.85 ટકા વધારીને 6.7 ટકા અને 12 મહિના માટે ટીબીએલઆરને 7.0 ટકા વધારીને 6.9 ટકા કરી દીધું છે. સાર્વજનિક ક્ષેત્રની બેંકે ટ્રેજરી બિલ બેંચમાર્ક સાથે જોડાયેલા રેટમાં 5-15 આધાર પોઈન્ટની કિંમતની કમી કરી છે.

  બેંક ઓફ બરોડાએ ત્રણ મહિનાના સમય માટે MCLRને 8.45 ટકાથી વધારીને 8.5 ટકા કરી દીધુ છે. બેંકે છ મહિનાના સમય માટે MCLR 8.7 ટકાથી 8.75 ટકા કરી દીધુ છે. એક વર્ષની લોન માટે એમસીએલઆર 8.9 ટકાથી વધારીને 8.95 ટકા થઈ ગઈ છે.

બીઓબીએ 12 ઓગસ્ટથી ત્રણ મહિના, 6 મહિના અને એક વર્ષના સમયગાળાના લોનના રેટમાં પાંચ બેસિક પોઈન્ટનો વધારો કર્યો છે.

(1:25 PM IST)