News of Saturday, 10th August 2024
ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રાઃ લોકોના ઉત્સાહનું ઘોડાપુર

રાજકોટઃ આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડા, પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ વેળાએ રાસ-ગરબાની રમઝટ સાથે આદીવાસી નૃત્યએ પણ આકર્ષણ જમાવ્યું હતું. બહુમાળી ચોક ખાતે સર્વત્ર રાષ્ટ્રધ્વજ છવાયેલો દર્શાયો હતો. ભુપેન્દ્રભાઇ, જે. પી. નડ્ડા તથા સી. આર. પાટીલ સહિતના મહાનુભાવોએ લોકોના ઉમળકાનું અભિવાદન ઝીલ્યું હતું. સ્વતંત્રતા દિવસ પહેલા તિરંગા યાત્રાના આયોજનથી લોકોનો ઉત્સાહ બેવડાયો હતો. નાગરીકો પણ રાષ્ટ્રભકિતના રંગે રંગાઇને રાષ્ટ્રધ્વજ સાથે ગરબે ઘુમ્યા હતા. જે તસ્વીરોમાં નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(2:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
