<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

યાત્રાના પ્રારંભે સરદાર પટેલને પુષ્‍પાંજલી અને સમાપન પ્રસંગે ગાંધી વંદના

રાજકોટ : આજથી રાજકોટ શહેર દેશભકિતના રંગમાં રંગાઇ ગયુ હતું. સ્‍વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે તિરંગાનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. બહુમાળી ભવન ચોક ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા ખાતેથી શરૂ થયેલી તિરંગા યાત્રા પૂર્વ બહુમાળી ભવન ચોકમાં આવેલ સરદાર વલ્લભભાઇની પ્રતિમાને જે. પી. નડ્ડા, ભૂપેન્‍દ્રભાઇ પટેલ, સી. આર. પાટીલ, નયનાબેન પેઢડીયા, ઉદય કાનગડ, ડો. દર્શિતાબેન, નરેન્‍દ્રસિંહ જાડેજા, રાજુ ધ્રુવ સહિતના આગેવાનોએ પુષ્‍પાંજલી અર્પણ કરી હતી. ત્‍યારબાદ યાત્રા જયુબેલી બાગ, મહાત્‍મા ગાંધીજીની પ્રતિમાએ પુર્ણ થતા ઉપસ્‍થિત આગેવાનોએ મહાત્‍મા ગાંધીની પ્રતિમાને ફુલહાર કરી નમન કર્યા હતા. જે તસ્‍વીરમાં દ્રશ્‍યમાન થાય છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(3:40 PM IST)