<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

પેરિસના આયોજિત ઓલિમ્પિકમાં રિતિકા હુડ્ડાએ તેની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હંગેરીની બર્નાડેટને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી : રિતિકા હુડ્ડા ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવવા માટે સ્પર્ધા કરશે : મહિલા કુસ્તીમાં મેડલ જીતવા માટે ભારતની છેલ્લી આશા રેતિકા હુડ્ડા

2023 મા રિતિકા અમેરિકાના કેનેડી બ્લેડ્સને હરાવીને અંડર-23 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની'તી : ઇજિપ્તમાં મહિલાઓની 72 કિગ્રા સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો'તો રિતિકાએ 2023માં એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં પણ બ્રોન્ઝ જીત્યો'તો

નવી દિલ્હી તા.૧૦ :  રિતિકા હુડ્ડાએ તેની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હંગેરીની બર્નાડેટને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તેણે 76 કિગ્રા વર્ગમાં બર્નાડેટને 12-2થી હરાવ્યું. ક્વાર્ટર ફાઇનલમાં તેનો મુકાબલો આજે 10મી ઓગસ્ટે સાંજે 4 વાગ્યે કિર્ગિસ્તાનના કુસ્તીબાજ એપેરી મેડેટ કિઝી સામે થશે.

ભારતે મેચની શરૂઆતમાં 2 પોઈન્ટની લીડ મેળવી લીધી હતી. રિતિકાએ પહેલા રાઉન્ડમાં 4 પોઈન્ટ મેળવ્યા હતા. બીજા રાઉન્ડની શરૂઆત થતાં નેગીએ 2 પોઈન્ટ મેળવ્યા. આ રીતે સ્કોર 4-2 સુધી પહોંચી ગયો.

પરંતુ આ પછી રિતિકા સતત કાઉન્ટર કરતી જોવા મળી હતી. તે 6-2થી આગળ હતી. રિતિકાએ 2 મિનિટ 13 સેકન્ડમાં 2 વધુ પોઈન્ટ્સ મેળવ્યા. સ્કોર ફરીથી 8-2 સુધી પહોંચ્યો. છેલ્લી 30 સેકન્ડમાં રિતિકાએ વધુ 2 પોઈન્ટ લીધા અને સ્કોર 10 પર લઈ ગયો. આ પછી તેણે છેલ્લી 10 સેકન્ડમાં 2 વધુ પોઈન્ટ બનાવ્યા અને ટેકનિકલી મેચ જીતી લીધી.

તમને જણાવી દઈએ કે રીતિકા હુડ્ડાનો જન્મ હરિયાણાના રોહતક જિલ્લામાં થયો હતો. તેના પિતા જગબીર સિંહ ખેડૂત છે અને માતા નીલમ ગૃહિણી છે. રિતિકાની સફર રોહતકના છોટુ રામ સ્ટેડિયમથી શરૂ થઈ હતી. આ એ જ સ્ટેડિયમ હતું જ્યાં એક સમયે સાક્ષી મલિકે ટ્રેનિંગ લીધી હતી.

2023 માં, રિતિકા અમેરિકાના કેનેડી બ્લેડ્સને હરાવીને અંડર-23 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની હતી. તે જ વર્ષે, તેણે ઇજિપ્તમાં મહિલાઓની 72 કિગ્રા સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો. રિતિકાએ 2023માં એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં પણ બ્રોન્ઝ જીત્યો હતો.

(4:39 PM IST)