News of Saturday, 10th August 2024
આખરે ભારત કરતા દુબઈમાં આટલું સસ્તુ મળી કેમ રહ્યું છે સોનું! જાણો સમગ્ર ગણિત અને કારણો
દુબઈમાં સોનાના આભૂષણો અને બુલિયન પર ભારતના GSTની તુલના સમજો

નવી દિલ્હી :ભારત વિશ્વના સૌથી વધુ સોનાની આયાત કરનારા દેશો પૈકીનો એક દેશ છે. અલબત દુબઈ સોનાના એક મહત્વના વ્યાપાક કેન્દ્ર તરીકે છે અને તે ભારતમાં સોનાની આયાતનો એક મહત્વનો સ્રોત પણ છે. દર વર્ષે લાખોની સંખ્યામાં ભારતીયો સોનુ લઈને દુબઈથી આવે છે.
દુબઈમાં ભારતની તુલનામાં સોનું સસ્તુ હોવા પાછળનું કારણ ઈમ્પોર્ટ ડ્યુટી છે. ભારતમાં જ્યાં સોનાની આયાત કરવા પર ઈમ્પોર્ટ ડ્યુટી આપવી પડે છે ત્યારે દુબઈમાં સોના પર કોઈ જ ઈમ્પોર્ટ ડ્યુટી આપવી પડતી નથી.
ભારતમાં સોનાનો મેકિંગ ચાર્જીસ 7 ટકા છે તો દુબઈમાં આ ચાર્જીસ 25 ટકા છે. આ દ્રષ્ટિએ સોનાને જ્વેલરીનું સ્વરૂપ આપ્યા બાદ તેની કિંમત વધી જાય છે. દુબઈમાં ભારતીય ઘરેણા એટલે કે જ્વેલરીની ખૂબ જ સારી માંગ હોવાને લીધે ભારતના લગભગ તમામ અગ્રણી જ્વેલરી બ્રાન્ડ્સના સ્ટોર આવેલા છે.
દુબઈમાં સોનાના આભૂષણો અને બુલિયન પર ભારતના GSTની તુલનામાં સસ્તા રાખવામાં મદદ મળે છે. દુબઈમાં જ્વેલરી સ્ટોર દ્વારા સસ્તા વિનિર્માણ ખર્ચ જેવા અન્ય કારણો પણ કિંમતોને નીચી રાખવાના કેટલાક કારણો પૈકી એક છે. દુબઈમાં સરેરાશ 24 કેરેટ સોનુ ભારતીય શહેરોની તુલનામાં 5 ટકાથી 7 ટકા સસ્તું છે.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
