News of Saturday, 10th August 2024
એસ.જયશંકરને મળ્યા બાદ બદલાયો મોહમ્મદ મુઈઝુનો સુર : હવે કહ્યું--પીએમ મોદીનો આભાર
મુઈઝુએ માલદીવને હંમેશા સમર્થન આપવા બદલ પીએમ મોદી અને ભારતનો આભાર માન્યો

નવી દિલ્હી. ભારત સાથેના સંબંધોમાં તણાવ વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ શનિવારે વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી. મુઈઝુએ પણ પોતાના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર આ મીટિંગ અંગે ખુશી વ્યક્ત કરી હતી.
મુઈઝુએ ટ્વીટ કર્યું કે આજે ડૉ. એસ. જયશંકરને મળીને અને માલદીવના 28 ટાપુઓમાં પાણી અને ગટર યોજનાઓના સત્તાવાર સોંપણીમાં તેમની સાથે જોડાઈને આનંદ થયો. મુઈઝુએ માલદીવને હંમેશા સમર્થન આપવા બદલ પીએમ મોદી અને ભારતનો આભાર માન્યો હતો.
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને ચીનની નજીક માનવામાં આવે છે. ચૂંટણીમાં ભારત વિરોધી અભિયાન ચલાવનાર મોહમ્મદ મુઈઝુએ હવે પોતાનો સૂર બદલ્યો છે. શનિવારે તેઓ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરને મળ્યા હતા. આ દરમિયાન મુઈઝુએ પીએમ મોદીના વખાણ પણ કર્યા હતા. ભારત વિરુદ્ધ હંમેશા ઝેર ફૂંકનાર મુઈજ્જુ હવે વખાણ કરી રહ્યો છે
મોહમ્મદ મુઇઝુએ કહ્યું કે આજે ડૉ. જયશંકરને મળીને અને માલદીવના 28 ટાપુઓમાં પાણી અને ગટર યોજનાઓના સત્તાવાર સોંપણીમાં તેમની સાથે જોડાઈને ખૂબ આનંદ થયો. માલદીવને હંમેશા સમર્થન આપવા બદલ હું ભારત સરકારનો, ખાસ કરીને વડાપ્રધાન મોદીનો આભાર માનું છું.
મુઇઝ્ઝુએ વધુમાં જણાવ્યું હતું કે સુરક્ષા, વિકાસ અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનમાં સહયોગ દ્વારા આપણા દેશોને નજીક લાવી અમારી કાયમી ભાગીદારી સતત મજબૂત બની રહી છે. સાથે મળીને અમે પ્રદેશ માટે ઉજ્જવળ, વધુ સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ કરીએ છીએ
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
