News of Saturday, 10th August 2024
બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે હિન્દુ ક્રિકેટર લિટન દાસે ઘર સળગાવવાની અફવા અંગે સ્પષ્ટતા સાથે કરી અપીલ
લિટનદાસે કહ્યું - કોઈએ પણ આ પ્રકારની અફવાઓ પ્રત્યે ધ્યાન આપવું જોઈએ નહીં. હું અને મારો પરિવાર હજુ સુધી સંપૂર્ણ સુરક્ષિત : તેમણે કહ્યું કે બાંગ્લાદેશ એક બિન-સાંપ્રદાયિક દેશ છે. મારા દિનાજપુરના લોકો સાથે સમગ્ર દેશે જે રીતે અન્યોને બચાવવા માટે ઉભા રહ્યા છે

નવી દિલ્હી :બાંગ્લાદેશમાં તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે. બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ હવે નવી વચગાળાની સરકારની રચના થઈ છે. જોકે હિંસાનો દોર હજુ અહીં અટક્યો નથી. આ દરમિયાન બાંગ્લાદેશ ટીમના બેટ્સમેન લિટન દાસએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મુકી છે અને તેના ઘર પર હુમલો થયાના અહેવાલને રદિયો આપ્યો છે.
આ અંગે લિટન દાસે મીડિયા પ્લેટફોર્મ પર સ્પષ્ટતા કરી છે. અને કહ્યું છે કે 'પ્રિય દેશવાસીઓ હું આપ સૌને સન્માનપૂર્વક એક વાત કહેવા માંગુ છું.
તાજેતરમાં જ વિવિધ મીડિયા પ્લેટફોર્મ પર અમારા ઘર પર હુમલાના અહેવાલ પ્રસારિત થયા છે, જેમાં કોઈ જ સચ્ચાઈ નથી. કોઈએ પણ આ પ્રકારની અફવાઓ પ્રત્યે ધ્યાન આપવું જોઈએ નહીં. હું અને મારો પરિવાર હજુ સુધી સંપૂર્ણ સુરક્ષિત છીએ. આપણે એ વાત પર ધ્યાન આપવાની જરૂર છે કે આપણે સૌ સાથે મળીને આ દેશને કેવી રીતે આગળ લઈ જઈ શકીએ.
લિટન દાસે વધુમાં કહ્યું કે બાંગ્લાદેશ એક બિન-સાંપ્રદાયિક દેશ છે અને આશા છે કે લોકો પોતાની આજુબાજુ સંઘર્ષને નિયંત્રિત કરવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશ એક બિન-સાંપ્રદાયિક દેશ છે. મારા દિનાજપુરના લોકો સાથે સમગ્ર દેશે જે રીતે અન્યોને બચાવવા માટે ઉભા રહ્યા છે તે ખરેખર પ્રશસનિય છે અને હું આપનો આભારી છું. અને આશા રાખુ છું કે આપણે સૌ સાથે રહેશું અને આ દેશને તમામ પ્રકારની હિંસાથી દૂર રાખી શકશું. કારણ કે આ દેશ આપણા સૌનો છે
(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
