<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

રશિયાની સરહદની અંદર યુક્રેનિયન સેનાના અચાનક હુમલા બાદ રશિયાએ ત્રણ વિસ્તારોમાં 'આતંક વિરોધી કાર્યક્રમ' લાગુ કર્યો છે.

સરહદને અડીને આવેલા કુર્સ્ક, બેલ્ગોરોડ અને બ્રાયન્સ્ક વિસ્તારોમાં વહીવટીતંત્ર હવે લોકોની અવરજવર અને ફોન ટેપ કરવા પર પ્રતિબંધ મૂકી શકે છે.
કુર્સ્ક ક્ષેત્રમાં યુક્રેનના આક્રમણને હવે પાંચ દિવસ થઈ ગયા છે.  જોકે, યુક્રેને હજુ સુધી આ સૈન્ય કાર્યવાહીનો સીધો સ્વીકાર કર્યો નથી.
અહેવાલો અનુસાર, યુક્રેનિયન સૈનિકો રશિયાની અંદર દસ કિલોમીટર અંદર ઘૂસી ગયા છે અને એક નગરને કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે.  ફેબ્રુઆરી ૨૦૨૨ માં યુક્રેન પર રશિયાના અચાનક હુમલા પછી રશિયાની અંદર યુક્રેનની આ સૌથી મોટી કાર્યવાહી છે
આને ધ્યાનમાં રાખીને રશિયાની નેશનલ કાઉન્ટર ટેરરિઝમ કમિટીએ શુક્રવારે નવા પગલાંની જાહેરાત કરી છે.
સમિતિનું કહેવું છે કે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને દુશ્મનોની આતંકવાદી ગતિવિધિઓને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
આ વિસ્તારોમાં, વહીવટીતંત્રને હવે લોકોના ઘરોમાં પ્રવેશવાની, લોકોની અવરજવરને મર્યાદિત કરવાની, અસ્થાયી રૂપે લોકોને બીજે ક્યાંક જવા માટે કહેવાની અને ઇલેક્ટ્રોનિક રીતે મોકલવામાં આવતી માહિતી પર નજર રાખવાની સત્તા હશે.
આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે રશિયા યુક્રેનના હુમલાનો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે.
રશિયાનું કહેવું છે કે ટેન્ક અને આર્ટિલરીથી સજ્જ લગભગ એક હજાર યુક્રેનિયન સૈનિકો મંગળવારે કુર્સ્ક ક્ષેત્રમાં પ્રવેશ્યા હતા.
અહેવાલો અનુસાર, યુક્રેનિયન સૈન્ય દળોએ રશિયામાં પ્રવેશ્યા પછી ઘણા ગામો કબજે કર્યા છે અને સ્થાનિક શહેર સુડઝા જોખમમાં છે.
 શુક્રવારે, શહેરમાં યુક્રેનિયન સૈન્ય દળોને દર્શાવતો એક વીડિયો સામે આવ્યો.  આ સૈનિકોએ શહેર અને નજીકમાં આવેલી રશિયન કંપની ગેઝપ્રોમની ગેસ સુવિધા પર નિયંત્રણનો દાવો કર્યો છે.
યુક્રેનિયન સરહદથી લગભગ સાત કિલોમીટર દૂર સુડઝા શહેરની ઉત્તર-પશ્ચિમમાં સ્થિત છે
જો કે, એ વાતની પુષ્ટિ નથી કે યુક્રેનિયન દળોએ આખા શહેરને કબજે કરી લીધું છે.
જો કે, રશિયન સેના પર નજર રાખતા બ્લોગર્સે દાવો કર્યો છે કે શહેર હજુ પણ રશિયન નિયંત્રણ હેઠળ છે.

(10:45 PM IST)