<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th August 2024

મહારાષ્ટ્રં કોંગ્રેસે કહ્યું- MVAમાં સીટ શેરિંગ પર વાતચીત શરૂ : પરિણામ બાદ સીએમની જાહેરાત કરવામાં આવશે

પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે મહારાષ્ટ્રના સ્વાભિમાનને બચાવવા તેમની પ્રાથમિકતા છે

મુંબઈ :કોંગ્રેસે શનિવારે કહ્યું કે મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધનના મુખ્ય પ્રધાનની જાહેરાત મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પછી કરવામાં આવશે. જો કે સાથી પક્ષોએ સીટ વહેંચણી પર વાતચીત શરૂ કરી દીધી છે.

   આ અઠવાડિયાની શરૂઆતમાં, ભાજપના નેતાઓએ દાવો કર્યો હતો કે શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ દિલ્હીની મુલાકાત લીધી હતી અને કોંગ્રેસના નેતાઓને મળ્યા હતા અને ખાતરી કરી હતી કે તેઓ એમવીએના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર હશે.

  શિવસેના, કોંગ્રેસ અને એનસીપી (શરદ ચંદ્ર પવાર) વિપક્ષી ગઠબંધનના મુખ્ય ઘટકો છે, જે ભાજપ, શિવસેના અને એનસીપીના શાસક 'મહાયુતિ' ગઠબંધન સામે લડી રહ્યા છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી રમેશ ચેન્નીથલાએ કહ્યું કે એમવીએ આગામી રાજ્યની ચૂંટણીઓ એક થઈને લડશે. મધ્ય મહારાષ્ટ્રના લાતુર, બીડ અને ધારાશિવ જિલ્લાના પક્ષના અધિકારીઓ સાથેની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, સીટ વહેંચણી અંગે પ્રાથમિક વાતચીત શરૂ થઈ ગઈ છે અને અમે સાથે મળીને ચૂંટણી લડીશું. પટોલેએ કહ્યું કે, મહાવિકાસ અઘાડીની 288 બેઠકોમાંથી શિવસેના, કોંગ્રેસ અને NCP (શરદ ચંદ્ર પવાર) 185થી વધુ બેઠકો જીતશે. 

  મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હશે તે પ્રશ્ન પર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે મહારાષ્ટ્રના સ્વાભિમાનને બચાવવા તેમની પ્રાથમિકતા છે. પરિણામો પછી અને (નવા) ધારાસભ્યો સાથે ચર્ચા કર્યા પછી મુખ્ય પ્રધાનની જાહેરાત કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. પટોલેએ જણાવ્યું હતું કે એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકારે 'લડકી બહેન' યોજનાની જાહેરાત કરી હતી, જેના હેઠળ પાત્ર મહિલાઓને દર મહિને 1500 રૂપિયા મળે છે.

(12:04 AM IST)