<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th August 2024

દિલ્હીના મોડલ ટાઉનમાં મકાન ધરાશાયી:એક મજૂરનું મોત: 2 ઘાયલ : કોન્ટ્રાક્ટર અને માલિક સામે કાર્યવાહી

એક જૂની ઈમારતનું સમારકામ થઈ રહ્યું હતું. ત્યારે બિલ્ડિંગ ધરાશાયી થઈ

નવી દિલ્હી : દિલ્હીના મોડલ ટાઉન વિસ્તારમાં બપોરે ભારે વરસાદ દરમિયાન એક બે માળની ઈમારત ધરાશાયી થઈ હતી. બે માળની ઇમારત ધરાશાયી થતાં એક કામદારનું મોત થયું હતું જ્યારે અન્ય બે ઘાયલ થયા હતા.

  એક અધિકારીએ જણાવ્યું કે ઈમારતના માલિકની ઓળખ થઈ ગઈ છે. કોન્ટ્રાક્ટર અને બિલ્ડિંગ માલિક વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવી રહ્યો છે.

  એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના મહેન્દ્રુ એન્ક્લેવમાં બની હતી, જ્યાં એક જૂની ઈમારતનું સમારકામ થઈ રહ્યું હતું. લગભગ 2.45 કલાકે બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. વિશાલ, પવન અને જય સિંહ નામના ત્રણ લોકોને સ્થાનિક પોલીસ, NDRFના જવાનો અને અન્ય બચાવ ટીમના સભ્યોની મદદથી કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

   આ પછી ત્રણેયને નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ 28 વર્ષીય જેસીબી ક્રેન ચાલક વિશાલનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

  બંને ઘાયલોની સ્થિતિ ગંભીર છે. એક ઘાયલની સારવાર બસઈ દારાપુરની ઈએસઆઈ હોસ્પિટલમાં અને બીજાની દીપચંદ બંધુ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સાથે જ સાવચેતીના ભાગરૂપે આસપાસના મકાનોને ખાલી કરાવવામાં આવ્યા છે

(12:12 AM IST)