હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિનેશ ફોગાટના સિલ્વર મેડલ અંગેનો નિર્ણય ફરી મોકૂફ: હવે CAS કોર્ટ 13 ઓગસ્ટે નિર્ણય આપશે
100 ગ્રામ વધારે વજન હોવાને કારણે ગેરલાયક ઠેરવવાનો મામલો : CAS કોર્ટ 11 ઓગસ્ટે ચુકાદો જાહેર કરનાર હતા પરંતુ હવે તેને ફરીથી 13 ઓગસ્ટ સુધી મુલતવી રાખ્યો

નવી દિલ્હી : ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટના સિલ્વર મેડલ પર નિર્ણય હવે 13 ઓગસ્ટે આવશે. આ માહિતી કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS) દ્વારા આપવામાં આવી છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે CAS ભારતીય સમય અનુસાર 9.30 વાગ્યે પોતાનો નિર્ણય આપશે, પરંતુ કોર્ટે તેની સમયમર્યાદા વધારી દીધી છે. પ્રારંભિક માહિતીમાં જાણવા મળ્યું હતું કે 11 ઓગસ્ટના રોજ ચુકાદો જાહેર કરવામાં આવશે, પરંતુ હવે તેને ફરીથી 13 ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવ્યો છે.
9 ઓગસ્ટના રોજ CASએ 3 કલાક સુધી કેસની સુનાવણી કરી. આ દરમિયાન વિનેશ પણ વર્ચ્યુઅલ રીતે હાજર હતી. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) વતી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ વિનેશનો પક્ષ રજૂ કર્યો હતો.
ફાઈનલ મેચ પહેલા, વિનેશનું વજન 100 ગ્રામ વધારે હોવાને કારણે અયોગ્ય જાહેર કરવામાં આવ્યું હતું, જ્યારે પ્રારંભિક રાઉન્ડ પહેલા કરવામાં આવેલા વજનમાં, વિનેશ વજન શ્રેણીની નિર્ધારિત મર્યાદા કરતા 50 કિલો ઓછી હતી. આવી સ્થિતિમાં વિનેશે સંયુક્ત સિલ્વર મેડલની માંગ કરી છે.
આ મામલે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)એ કહ્યું, 'અમે વિનેશના કેસમાં પ્રક્રિયા ઝડપી બનાવી રહ્યા છીએ, પરંતુ તેની અપીલ પર એક કલાકમાં નિર્ણય આપવો શક્ય નથી. આ મામલે પહેલા યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગનો પક્ષ સાંભળવો જરૂરી છે. તે ડૉક્ટર અન્નાબેલ બેનેટે નક્કી કરવાનું છે
વિનેશના કેસમાં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રમુખ થોમસ બેચે પૂછ્યું, 'શું એક વજન વર્ગમાં બે સિલ્વર આપી શકાય?' આ સવાલ પર તેણે કહ્યું- 'ના, જો તમે સામાન્ય રીતે એક કેટેગરીમાં બે સિલ્વર મેડલ આપવા વિશે પૂછો છો.
મને લાગે છે કે ઈન્ટરનેશનલ ફેડરેશનના નિયમોનું પાલન કરવું જોઈએ. વજન ઘટાડવાનો નિર્ણય યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગનો હતો. જો આપણે 100 ગ્રામ સાથે મંજૂરી આપીએ તો 102 ગ્રામ સાથે કેમ નહીં. હવે આ મામલો કોર્ટમાં છે. હવે અમે CASના નિર્ણયનું પાલન કરીશું. હજુ પણ ફેડરેશને તેના નિયમો લાગુ કરવાના છે. આ તેમની જવાબદારી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
