તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 11th August 2024
બાંગ્લાદેશમાં હિંદુ સમુદાયે સુરક્ષા અને ન્યાયની માંગ સાથે રસ્તાઓ પર આવી ગયાઃ હિદુઓએ કેસરિયા ધારણ કરી ખોલ્યો મોરચો
અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન ગણવામાં આવે છેઃ ઢાકા, ચટગાંવ, બરીસલ, તાંગેલ અને કુરિગ્રામ જેવા મોટા શહેરોમાં હજારો દેખાવકારોએ પ્રદર્શન થઇ રહ્યું છે

નવી દિલ્હીઃ બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા પ્રોફેસર મુહમ્મદ યુનુસે શનિવારે લઘુમતી સમુદાયો ખાસ કરીને હિંદુઓ પરના હુમલાને ઘૃણાસ્પદ ગણાવતા તેની નિંદા કરી હતી. તેમણે પૂછ્યું કે, શું તેઓ આ દેશના લોકો નથી? તમે દેશને બચાવી શકો છો, શું તમે કેટલાક પરિવારોને બચાવી શકતા નથી? આ તરફ હવે હિંદુ સમુદાયે સુરક્ષા અને ન્યાયની માંગ સાથે બાંગ્લાદેશના રસ્તાઓ પર અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન કર્યું હતું.
બેગમ રોકેયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધતા પ્રોફેસર યુનુસે કહ્યું, તમારે કહેવું જોઈએ કે કોઈ તેમને નુકસાન પહોંચાડી શકે નહીં. તે મારો ભાઈ છે. અમે સાથે મળીને લડ્યા છીએ અને સાથે રહીશું. તેમણે વિદ્યાર્થીઓને તમામ હિંદુ, ખ્રિસ્તી અને બૌદ્ધ પરિવારોને નુકસાનથી બચાવવા વિનંતી કરી.
નોંધનિય છે કે, ઢાકા, ચટગાંવ, બરીસલ, તાંગેલ અને કુરિગ્રામ જેવા મોટા શહેરોમાં હજારો દેખાવકારોએ પ્રદર્શન કર્યું અને કહ્યું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓને રહેવાનો અધિકાર છે. શેખ હસીનાની આગેવાની હેઠળની સરકારની હકાલપટ્ટી બાદ દેશના વિવિધ ભાગોમાં ઘરો, દુકાનો અને મંદિરો પર થયેલા હુમલાના વિરોધમાં તેઓએ શનિવારે સતત બીજા દિવસે ઢાકામાં શાહબાગ ચારરસ્તાને અવરોધિત કર્યો હતો.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
