<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th August 2024

વોટસએપમાં નવા ફીચર્સ આવ્‍યાઃ જાણી લ્‍યો તમને ઉપયોગ છે ?

નવી દિલ્‍હીઃ WhatsApp તેના લાખો યુઝર્સના ચેટિંગ અનુભવને વધુ બહેતર બનાવવા માટે સતત નવા ફીચર્સ રજૂ કરતુ રહે છે. છેલ્લા કેટલાક દિવસોમાં વોટ્સએપમાં ઘણા નવા ફીચર્સ આવ્યા છે. આમાં ઇમેજિન યોરસેલ્ફ, ચેટ્સ અને કૉલ્સ માટે ફેવરિટ ટેબ અને નવા બોટમ કૉલિંગ ઇન્ટરફેસ સહિત ઘણા આકર્ષક ફીચર્સનો સમાવેશ થાય છે. અહીં ટોપ 5 નવા ફીચર્સ વિશે જાણીએ, જે WhatsApp ચેટિંગ અનુભવને વધુ અદ્ભુત બનાવશે.

વોટ્સએપનું આ ફીચર યુઝર્સ માટે ખૂબ જ ઉપયોગી છે. કંપનીએ iOS માટે નવું બોટમ કોલિંગ ઈન્ટરફેસ રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે. નવા ઈન્ટરફેસમાં, તમે એપ સ્ક્રીન પર નીચે એક મોડર્ન, અપડેટેડ અને પહેલાથી જ કોમ્પેક્ટ કોલિંગ બાર જોશો. આમાં કંપની પહેલા કરતા મોટા બટન પણ આપી રહી છે. નવા ઇન્ટરફેસની રજૂઆત સાથે, યુઝર્સ માટે ફક્ત એક હાથથી WhatsApp કૉલિંગ મેનેજ કરવાનું સરળ થઈ જાય છે. આ સિવાય કંપની વીડિયો કોલ ઈફેક્ટ્સ અને ફિલ્ટર્સ માટે AR (ઓગમેન્ટેડ રિયાલિટી) લાવવાની પણ તૈયારી કરી રહી છે. તે હાલમાં Android 2.24.16.7 માટે WhatsApp બીટામાં ઓફર કરવામાં આવી રહ્યું છે.

વોટ્સએપનું આ ફીચર ઘણું ઉપયોગી છે. કંપની આને iOS તેમજ એન્ડ્રોઇડ માટે પણ રોલ આઉટ કરી રહી છે. આ ફીચરની મદદથી તમે ફેવરિટ ટેબમાં તે કોન્ટેક્ટ્સ અથવા ગ્રૂપને એડ કરી શકો છો જેની સાથે તમે સૌથી વધુ વાત કરો છો. ફેવરિટ ફિલ્ટરનો ઓપ્શન સ્ક્રીનમાં ઉપર ઓલ, અનરીડ અને ગ્રુપ્સ પછી મળશે. જ્યારે, ફેવરિટ કૉલ ફીચર માટે, તમારે નીચે આપેલા કૉલ આઇકોન પર ટેપ કરવું પડશે.

કંપની iOS માટે આ ફીચરનું સ્ટેબલ વર્ઝન રોલઆઉટ કરી રહી છે. અત્યાર સુધી, કંપની WhatsApp ચેનલ ચલાવતા યુઝર્સને માત્ર ડિવાઈસમાં હાજર મીડિયા ફાઈલ્સને જ ચેનલમાં શેર કરવાનો વિકલ્પ આપી રહી હતી. હવે કંપની એક ચેનલમાં અન્ય ચેનલ્સમાં ઇમેજ, વીડિયો અને GIF ફોરવર્ડ કરવાનો વિકલ્પ પણ આપી રહી છે. આ ફીચરની રજૂઆત સાથે, મીડિયા ફાઇલને ચેનલ પર શેર કરતા પહેલા ડિવાઈસમાં સેવ કરવાની સમસ્યા હલ થઈ ગઈ છે.

વોટ્સએપ સ્ટીકરનો ઉપયોગ કરતા યુઝર્સને આ ફીચર ઘણું ગમશે. નવું ફીચર યુઝર્સને ઘણા બધા સ્ટીકર્સને કલેક્શનમાં ટોપ પર મૂવ કરવાનો ઓપ્શન આપે છે. આ સાથે, આ ફીચરની મદદથી યુઝર્સ એક સાથે મલ્ટીપલ સ્ટીકર્સને ડિલીટ પણ કરી શકશે. કંપની હાલમાં આ ફીચર WhatsApp બીટા ફોર એન્ડ્રોઇડ 2.24.16.9માં આપી રહી છે. બીટા ટેસ્ટીંગ પૂર્ણ થયા પછી, તે ગોલ્બ્લ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.

ગયા મહિને, માર્ક ઝકરબર્ગે WhatsAppમાં Meta AI માટે મોટા અપડેટ્સની જાહેરાત કરી હતી. WhatsApp પહેલાથી જ મેટા AI દ્વારા સેટઅપ ફોટોના સેટમાંથી વ્યક્તિગત AI જનરેટેડ ઇમેજ બનાવવાનો વિકલ્પ આપી રહ્યું હતું, પરંતુ હવે યુઝર્સને ઘણા વધુ શાનદાર ફીચર્સ મળ્યા છે. ઇમેજિન યોરસેલ્ફ એ આમાંની એક વિશેષતા છે. તેની મદદથી યુઝર્સ અલગ-અલગ આઉટફિટ અને લુકમાં પોતાની ઇમેજ બનાવી શકશે. કંપની હાલમાં યુએસમાં આ ફીચર આપી રહી છે. આગામી દિવસોમાં તેને ભારત અને અન્ય માર્કેટમાં પણ રોલ આઉટ કરવામાં આવશે.

(4:16 PM IST)